મને કંગનાના ડિરેક્શન પર સંપૂર્ણ ભરોસો હતો : ઝીશાન

0
277

મુંબઈ,તા.૧૪
કંગના રનૌત હેઠળ કામ કરવાના સમગ્ર એક્સપિરિયન્સ વિશે ઝીશાને કહ્યું હતું કે, ‘હું માનું છું કે, કંગનાએ સારી કામગીરી કરી હતી. શૂટિંગ ખરેખર સ્મૂથ રહ્યું હતું. મને તેની સાથે કામ કરવાની મજા આવી હતી.
તેના રોલ વિશે તેણે કહ્યું હતું કે, ‘મારે આ રોલ માટે ખાસ તૈયારી કરવાની જરૂર નહોતી. કેમ કે, મેં હિસ્ટોરિકલ પ્લેઝ કર્યા છે. હું આ ફિલ્મ માટે ઘોડેસવારી શીખ્યો હતો. અહીં હું ફક્ત કંગનાની સૂચનાઓને ફોલો કરતો હતો. મને કંગનાના ડિરેક્શન પર સંપૂર્ણ ભરોસો હતો.
ફિલ્મની કહાની ‘બાહુબલી’ અને ‘ભાગ મિલખા ભાગ’ની કહાની લખનારા વી. વિજ્યેન્દ્ર પ્રસાદે જ ‘મણિકર્ણિકા’ની કહાની લખી છે. કંગના ટીઝરમાં અંગ્રેજા સાથે લડતી નજર આવી રહી છે. આખરે તે ભગાવન શંકરનો ઉદઘોષ કરતા કહે છે, ‘હર હર મહાદેવ..’ ફિલ્મને રામેશ્વર ભગતે નિર્દેશ કરી છે. ફિલ્મનાં ડાયલોગ્સ પ્રશુન જાષીએ લખ્યા છે.
તેનાં જીવનની આ ગાથાને ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઘણાં નેશનલ એવોર્ડ વિનિંગ લોકોએ કામ કર્યુ છે. ફિલ્મનાં એક્શન સિન્સ પ્રખ્યાત હોલિવૂડ એક્શન કોરિયોગ્રાફર નિક પોવેલે કોરિયોગ્રાફ કર્યા છે. ૨૫ જાન્યુઆરીનાં રોજ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના રનૌટ ઉપરાંત અંકિતા લોખંડે, જિસુ સેનગુપ્તા, જીશાન અયુબ અને તાહિર શબ્બીર જેવા કલાકારોએ પણ કામ કર્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY