મુંબઈ,તા.૧૪
લોકસભા ચૂંટણી ૨૦૧૯ની જાહેરાતની સાથે જ સેલિબ્રિટીઓએ પોતાની જવાબદારી નિભાવવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિવિધ ક્ષેત્રોની સેલિબ્રિટીઓને પર્સનલાઇઝ્ડ ટ્વીટ્સ કરીને લોકોને મતદાન માટે જાગ્રત કરવાનું આહવાન કર્યું હતું. આ ક્રમમાં એક્ટર પંકજ ત્રિપાઠીએ બિહારમાં વોટિંગના અધિકાર અને તેનું મહત્વ લોકોને સમજાવવા માટે સ્ટેટ ઈલેક્શન કમિશનને મદદ જાહેર કરી છે. તેઓ તાજેતરમાં જ પોતાના વતન ગોપાલગંજ ગયા અને ત્યાંના મિંઝ સ્ટેડિયમમાં દસ હજાર લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું.
પંકજ ત્રિપાઠીએ ભારપૂર્વક કહ્યું કે મતદાનને જરાય હળવાશથી લેવું ન જાઈએ. તે હોળી, દિવાળી કે ઈદ જેવા તહેવારોથી જરાય ઊતરતો તહેવાર નથી. મતદાનને પણ ડેમોક્રસીના ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરવું જાઈએ. સાથોસાથ જે મતદાતાઓ પોતાની આંગળી પર મતદાન કર્યાની ઇંકના નિશાન સાથે આવશે તેની સાથે પોતે સેલ્ફી લેશે. એ માટે ઈલેક્શન પછી એ સ્પેશિયલી ગોપાલગંજ આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



