મુંબઈ,તા.૧૪
અમિતાભ બચ્ચનની એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણીતી હસ્તીઓને ટેગ કરી ટ્વીટ કરી રહ્યા છે, જેથી આ સેલિબ્રિટી યુવાન મતદારોને મત આપવા માટે પ્રેરણા આપી શકે. આ કવાયત હેઠળ, વડાપ્રધાન મોદીએ સલમાન ખાન અને આમિર ખાનને પણ ટેગ કરી ટ્વીટ કરી ચૂક્યા છે. જેનો આમિર ખાને જવાબ પણ આપ્યો છે. હવે અમિતાભ બચ્ચને પણ પીએમ મોદીની આ ટ્વીટનો જવાબ આપ્યો છે અને આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ જ વંચાઇ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વીટ પર અમિતાભ બચ્ચને લખ્યું છે કેઃ માનનીય નરેન્દ્ર મોદી જી … ૯૦ મિલિયન મતદારો, ૫૪૩ વિજેતા. દરેક મત બંધારણની શ્રેષ્ઠતા માટે છે. બંધારણ એ લોકશાહીનું પવિત્ર પુસ્તક છે. ૯૦ મિલિયન મતદારો પૈકી ૬૦ કરોડ ૩૫ વર્ષથી ઓછી ઉંમરના છે. યુવાન લોકો ભવિષ્ય વિશે પ્રશ્નો પૂછે છે, ભૂતકાળ વિશે નહીં! ભવિષ્ય માટે મત આપો! ‘ આમ અમિતાભ બચ્ચને યુવાન મતદારોને પ્રેરણા આપતું ટ્વીટ કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



