મુંબઈ,તા.૧૪
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ કલંક માટે મુંબઇના ફિલ્મ સિટિમાં જૂની દિલ્હીમાં રૂપિયા દસ કરોડના ખર્ચે રાજમહેલનો એક સેટ ઊભો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી.
કરણની નિકટનાં સૂત્રોએ ગુરુવારે સવારે જણાવ્યા મુજબ કરણની આ મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મનું શૂટિંગ ૨૦૧૮ના જુલાઇમાં શરૂ થયું હતું અને અત્યાર અગાઉ હૈદરાબાદ, ચંદેરી, મધ્ય પ્રદેશ, કારગિલ,ઇન્દોર અને મુંબઇમાં એનું શૂટિંગ પૂર્ણ થયું હતું. હવે જૂની દિલ્હીનાં પરાકાષ્ઠાનાં દ્રશ્યો લેવાનાં છે.
અભિષેક વર્મન નિર્દેશિત આ ફિલ્મ માટે કરણે સારો એવો ખર્ચ કર્યો છે અને જૂની દિલ્હીના ૧૯૪૦ના મહેલના સેટ માટે તો દસ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાની માહિતી મિડિયાને મળી હતી.
આ મલ્ટિસ્ટાર ફિલ્મમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, માધુરી દીક્ષિત નેને, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા ચમકી રહ્યાં છે. બારમી માર્ચે આ ફિલ્મનું ટીઝર રજૂ થયું એને મળેલા જબરદસ્ત પ્રતિભાવથી કરણનો ઉત્સાહ બેવડાયો હતો. હવે મુંબઇના શિડયુલ માટે આ મહેલનો સેટ ઊભો કરાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





