મુંબઇ,તા.૧૫
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ એકવાર ફરી દૂર્ઘટનાનો શિકાર બની હતી. ગુરૂવારે સાંજે મુંબઈમાં BMC રેલવે સ્ટેશન બહાર ફૂટ ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો. જેમાં મૃત્યુઆંક વધીને ૬ થયો છે. જ્યારે ૩૪થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મુંબઇમાં અચાનક પુલ ધરાશાયી થતા અફરા તફરી મચી ગઈ હતી.
આ ઘટના બાદ દેવેન્દ્ર ફડણવીસે ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ આપ્યા છે. જ્યારે આ સાથે જ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાનું વળતર અને ઇજાગ્રસ્તોને ૫૦-૫૦ હજારનું વળતર ચુકવવાનું એલાન કર્યુ છે. આ દુર્ઘટના બાદ રેલવે અને મ્સ્ઝ્ર અધિકારી વિરૂદ્ધ કલમ ૩૦૪ છ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ બનાવની જાણ થતાં જ તાત્કાલિક NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવની કામગીરી શરૂ કરી હતી. આ સાથે જ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, જ્યારે બ્રિજ ધરાશાયી થયો ત્યારે તેના પર ઘણા લોકો હાજર હતા.
આ ઉપરાંત બ્રિજ નીચે કેટલાય વાહનો પણ હતા. બ્રિજનો કાટમાળ વાહનો પર પડતાં મોટી સંખ્યામાં વાહનોને પણ નુકસાન થયું છે. આમ જે પૂલ ધરાશયી થયો હતો તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવ્યો છે અને પુલની નીચેનો રસ્તો હજી પણ બંધ રાખવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





