સલમાનનો રણબીરને પડકારઃ ‘બ્રહ્માસ્ત્ર’ સાથે જ ‘દબંગ-૩’ રિલીઝ કરશે

0
4

મુંબઈ,તા.૧૬
સલમાન ખાન બોલીવૂડનો એક એવો અભિનેતા છે, જેની સાથે બોક્સ ઓફિસ ક્લેશ કરવાની ભૂલ કોઇ કરે નહીં. સહુ કોઇ જાણે છે કે, એક જ દિવસે બે ફિલ્મ રીલિઝ થાય અને એમાંની એક સલમાનની હોય તો દર્શકો સલમાનની જ ફિલ્મ જાવા જશે. સલમાન ખાન સાથે બોક્સ ઓફિસ પર ટક્કર લેવાનો મતલબ છે પોતાની ફિલ્મને ફ્લોપ કરવાનો નિર્ણય.
એક રિપોર્ટના અનુસાર સલમાનની ‘દબંગ ૩’ ૨૦૧૯ના ક્રિસમસના રીલિઝ કરવાની યોજના છે. સલમાન જલદી જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને તે નાતાલમાં આ ફિલ્મ રીલિઝ કરશે.
સલમાનની આ વાતથી સ્પષ્ટ થાય છે કે, તેણે રણબીર કપૂરને પડકાર ફેંક્્યો છે. રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને ક્રિસમસના રીલિઝ કરવાની ઘોષણા થઇ ચુકી છે. તેથી ટ્રેડ એનાલિસ્ટો’ બ્રહ્માસ્ત્ર’ અને ‘દબંગ ૩’ને સૌથી મોટો ક્લેશ ગણાવી રહ્યા છે.
કરણ જાહરની ‘બ્રહ્માસ્ત્ર’ એક બિગ બજેટ સુપરહીરો ફિલ્મ છે, જ્યારે સલમાનની ‘દબંગ ૩’ની લોકો કેટલાય સમયથી રાહ જોઇ રહ્યા છે. તેથી અનુભવીઓનું માનવું છે કે બન્ને વચ્ચે જબરી ટક્કર થવાની શક્્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY