આરકોમ પાસેથી ૭૦૦ કરોડની વસુલાત માટે બીએસએનએલ ટ્રિબ્યુનલમાં અરજી કરશે

0
6

મુંબઇ,તા.૧૮
સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પાસેથી ૭૦૦ કરોડ રૂપિયા વસુલવા માટે આ સપ્તાહે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં અરજી દાખલ કરશે. સૂત્રોએ આ માહિતી આપી છે. બીએસએનએલ ચુકવણીમાં ચૂક માટે આરકોમ દ્વારા જમા કરવામાં આવેલી ૧૦૦ કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટીને પહેલા જ રીડીમ કરી ચૂકી છે.
૭૦૦ કરોડ રૂપિયાની વસુલાત માટે આરકોમની સામે કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય બીએસએનએલના સીએમડી અનુપમ શ્રીવાસ્તવે ૪ જાન્યુઆરી લીધો હતો. બીએસએનએલએ આ મામલા માટે સિંહ એન્ડ કોહલી લો ફર્મને જાડી છે. તમામ સર્કલ કાર્યાલયોમાંથી કાગળો એકત્રિત કરવાના કારણે મામલો દાખલ કરવામાં મોડું થયું છે.
૪૬,૦૦૦ કરોડ રૂપિયાના દેવા હેઠળ દબાયેલી આરકોમ પોતે પણ નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)માં દેવાળિયાની અરજી આપી ચૂકી છે. તેનાથી તેની એસેટ્‌સને સમયબદ્ધ રીતે વેચવામાં મદદ મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY