કોલકાત્તા,તા.૧૮
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળવાનો સિલસિલો જારી છે. સીઆઇડીએ રાજ્યના બાંકુડા જિલ્લાના બેલિયાટોરમાં એક ટ્રકમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તેલંગાણાથી આવી રહેલી ટ્રકમાં જિલેટિન સ્ટીકના લગભગ ૨૫૦ પેકેટ અને એમોનિયમ નાઇટ્રેટની ૨૨૯ બેગ જપ્ત કરવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવરની પૂછપરછ ચાલી રહી છે અને એ ભાળ મેળવવાના પ્રયાસ થઇ રહ્યાં છે કે આ વિસ્ફોટક સામગ્રી જિલ્લામાં આવેલી પથ્થરોની ખાણ માટે લાવવામાં આવી છે કે અન્ય કોઇ હેતુ માટે.
અગાઉ ગયા અઠવાડિયે પણ પોલીસે બાંકુડા જિલ્લાના જ એક ગામમાં દરોડો પાડીને ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. એ સમયે અધિકારીઓએ જણાવ્યું હતું કે સલટોરા પોલીસ મથક ક્ષેત્ર અંતર્ગત આવેલા ગામમાં દરોડા દરમિયાન તેમના હાથમાં ૨૬૫૦ કિલોગ્રામ જિલેટિન સ્ટી, ૬૬૫૦ કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ અને ૫૨,૫૦૦ કિલોગ્રામ ઇલેક્ટ્રીક ડિટોનેટર જપ્ત કર્યાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



