‘એક્વામેન’એ ગ્લોબલી ૨૬ કરોડ ડોલરથી વધુ કમાણી કરી

0
4

મુંબઈ,તા.૧૮
ડીસીની લેટેસ્ટ સુપરહીરો ફિલ્મ ‘એક્વામેન’એ ગ્લોબલ બોક્સ-ઓફિસ પર ૨૬ કરોડ ડોલરથી વધુની કમાણી કરી છે. જાકે, હજી આ ફિલ્મ નોર્થ અમેરિકન માર્કેટમાં રિલીઝ થવાની બાકી છે કે જ્યાં જેમ્સ વેન દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે રિલીઝ થશે.
જેસન મોમોઅ સ્ટારર આ ફિલ્મઈન્ડિયામાં ૧૪ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને આપણા દેશમાં પણ આ ફિલ્મ હિટ છે.
‘એક્વામેન’ હાફ-એટલાન્ટીઅન અને હાફ-હ્યૂમન હાઇબ્રિડ સુપરહીરોને પાછો લાવી છે. આ ફિલ્મમાં એમ્બર હર્ડ, વિલેમ ડેફોઈ, પેટ્રિક વિલ્સન, ડોલ્ફ લુંડગ્રેન અને નિકોલ કિડમેન પણ મહત્વના રોલ્સમાં છે. ચીનમાં આ ફિલ્મે ૧૮.૯૦ કરોડ ડોલરની કમાણી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY