‘લવ આજ કલ’ની સિક્વલ ફિલ્મનું ટાઇટલ ‘આજ કલ’ કન્ફર્મ

0
24

મુંબઈ,તા.૨૭
કાર્તિક આર્યન અને સારા અલી ખાનની નેક્સ્ટ ફિલ્મનું ટાઇટલ ‘આજ કલ’ ફાઇનલ ગયું છે. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આવતા વર્ષે એટલે કે ૨૦૨૦માં ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં સારા અને કાર્તિક સાથે રણદીપ હૂડા પણ સામેલ છે. ‘હાઇવે’ ફિલ્મ બાદ રણદીપ હૂડાની ઈમ્તિયાઝ સાથેની આ બીજી ફિલ્મ હશે.ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન છે.
આ ફિલ્મ સૈફ અને દીપિકાની ફિલ્મ ‘લવ આજ કલ’ ની સિક્વલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ દર્શકો સિક્વલને સાઈડમાં રાખીને સારા અને કાર્તિકની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જાવા માટે તલપાપડ થઇ રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY