વિધાનસભા ચૂંટણીની હારની અસર લોકસભામાં નહિ પડે
રાફેલ ડીલમાં એક કોડી ભ્રષ્ટાચાર નથી થયો,રાહુલ ગાંધી દેશ સમક્ષ માફી માંગે
મુંબઈ,તા.૧૯
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની કારમી હાર બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પ્રહારો સતત ચાલુ છે. આ તમામ વચ્ચે મુંબઇમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે એક નિવેદન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભલે પરિણામો ભાજપની તરફેણમાં ન હતા, પરંતુ આ પરિણામોને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સાથે જાડવનો કોઇ અર્થ નથી. વિરોધ પક્ષોના ‘મહાગઠબંધન’ ની વાસ્તવિકતા કંઇક અલગ છે. તેનું અસ્તિત્વ નથી અને તે માત્ર એક ‘ભ્રમ’ છે. મને વિશ્વાસ છે કે ૨૦૧૯માં ભાજપનો વિજય થશે.
તેમણે આગળ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીને સાથે ન જાડી શકાય કારણ કે બન્ને ચૂંટણી અલગ-અલગ મુદ્દાઓ પર લડવામાં આવે છે. અમે (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ)માં મળેલા લોકોના મેન્ડેટને સ્વીકારીએ છીએ અને અમે ચૂંટણીમાં હાર અંગે સમીક્ષા કરીશું.
અમિત શાહે કહ્યું કે આ ફક્ત ભાજપ માટે જ નહીં પરંતુ દેશ માટે પણ આવશ્યક છે કે ભાજપ હિન્દી હાર્ટલેન્ડ અને અન્ય ક્ષેત્રોમાં આગામી ચૂંટણીઓમાં જીત મેળવે. મને વિશ્વાસ છે કે શિવ સેના ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં અમને સમર્થન આપશે, અમે તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે ‘મહાગઠબંધન’નું કોઇ અસ્તિત્વ નથી. અમે વર્ષ ૨૦૧૪માં આ તમામ સમક્ષ લડ્યા હતા અને તેમને હરાવીને સરકાર પણ રચી હતી. આ તમામ પ્રાદેશિક નેતાઓ છે, તેથી તેઓ એકબીજાને મદદ કરી શકે તેમ નથી. ૨૦૧૯માં ભાજપની પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વ અને ઓડિશામાં જીત થશે. રાફલ ડીલમાં એક કોડી ભ્રષ્ટાચાર નથી થયો. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દેશ સમક્ષ માફી માંગવી જાઈએ. રાફેલ મુદ્દે જા કોંગ્રેસની પાસે પુરાવા હોય તો તેઓ સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા?
પાંચ વર્ષમાં અમે કેવી રીતે રાષ્ટ્રીય સુરક્ષાની ખાતરી કરી અને ભ્રષ્ટાચારને કેવી રીતે હરાવ્યું છે તે ૨૦૧૯ની ચૂંટણીના સૌથી મહત્વના મુદ્દાઓ છે. આ સિવાય અમે આઠ કરોડ ઘરોમાં ટોયલેટ અને ૨.૫ કરોડ ઘરોમાં વીજ સુવિધા પહોંચાડી છે. તેથી જાણી શકાય છે કે માત્ર ભાજપ માટે નહીં, દેશ માટે પણ મજબૂત સરકાર સત્તા પર આવે તે જરૂરી છે.
લોકો માટે કામ કરવું અને તેમને સમજાવવા એ અમારી ફરજમાં આવે છે, પરંતુ જા મેન્ડેટ આપણા વિરુદ્ધ છે તો અમે તે સ્વીકારીએ છીએ. વર્ષ ૨૦૧૪માં, ભાજપ પાસે છ રાજ્યોમાં સરકાર હતી, હવે અમારી પાસે ૧૬ રાજ્યો છે. તેથી મને જણાવો કે ૨૦૧૯ની ચૂંટણીમાં કોણ જીતશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




