ડીંડોલી ખાતે કુખ્યાત બુટલેકર શોભા પાટીલના અડ્ડા પર પોલીસ ત્રાટકી

0
19

સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસે દારૂ સાથે શોભાને પકડી પાડી
સુરત, તા.૧૯
સ્ટેટ મોનીટરિંગ સેલે ડીંડોલી મહાદેવ નગર ખાતે દરોડા પાડી મહિલા બુટલેગર શોભાબેન પાટીલની ધરપકડ કરી દેશી વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.૧.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્ટેટ મોનીટરિંગ સેલે બાતમીના આધારે બુટલેગર શોભા દિલીપભાઈ પાટીલના નિવાસ સ્થાન ડીંડોલી મહાદેવનગર મકાન નં.૨૧૩માં દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગર શોભા પાટીલની ધરપકડ કરી આરોપી ગુટ્ટુ, પ્રકાશ નીતિન પાટીલ નવાપુર, નાને વોન્ટેડ જાહેર કરી ૧૪૪ લીટર દેશી દારૂ, ૧૯૩૨ બોટલ કુલ રૂ.૧,૭૬,૪૬૦ અને એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ કબજે કર્યા હતો. સ્ટેટ મોનીટરિંગ સેલે આરોપીઓ વિરૂદ્ધ ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોîધાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY