મુંબઇ,તા.૧
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પહેલા તબક્કા માટે મતદાનમાં હવે માત્ર ૧૦ દિવસ બાકી રહ્યા છે. એવામાં ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહેલા નેતાઓ પોતાનો પ્રચાર જારશોરમાં શરૂ કરી દીધો છે. વળી, વિપક્ષી દળો પર તેમના હુમલા પણ વધી રહ્યા છે. નેતાઓના વિવાદિત નિવેદનો પણ વધી રહ્યા છે. હવે એનસીપીના એક વરિષ્ઠ નેતા માજિદ મેમણે પીએમ મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.
એનસીપી નેતા માજિત મેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યુ. માજિદ મેમણે કહ્યું, ‘મને લાગે છે કે પ્રધાનમંત્રી એક અભણ, ગમાર અને રસ્તે ચાલતા માણસની જેમ વાત કરે છે. તે આટલા મોટા પદ પર બેઠા છે, તેમનુ પદ એક બંધારણીય પદ છે, એ બંધારણીય પર પર પ્રધાનમંત્રી રસ્તામાં નથી ચૂંટાતા.
માજિદ ભાજપના એ કટાક્ષનો જવાબ આપી રહ્યા હતા જેમાં અમિત શાહથી લઈને પીએમ મોદી સુધીએ કટાક્ષ કરતા પૂછ્યુ હતુ કે પ્રધાનમંત્રી પદ માટે ગઠબંધન તરફથી ઉમેદવાર કોણ છે. માજિદે કહ્યું કે દરેક ક્ષેત્રમાંથી એક સાંસદ ચૂંટાય છે જે મળીને પ્રધાનમંત્રીની પસંદગી કરે છે, આ જ બંધારણીય પ્રક્રિયા છે. બહુમત બાદ જ કોઈ પ્રધાનમંત્રી ચૂંટવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




