મુંબઈ,તા.૧
રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ૨.૦ ની એક્ટ્રેસ એમી જેક્સન હાલ પ્રેગ્નન્ટ છે. એમીએ તેના મંગેતર જ્યોર્જ પૈનિયોતો સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને આ ખુશખબરી આપી છે.
ઇંગ્લેન્ડમાં દર ૩૧ માર્ચે મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે, આ દિવસે જ મા બનવાની ખુશી એમીએ તેના ફેન્સ સાથે શેર કરી હતી. ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું કે હું મારા ઘરના છાપરા પર ઊભાં રહીને બૂમો પાડવા માગતી હતી કે મધર્સ ડે પર મને આ મોકો મળ્યો છે. હું પહેલેથી જ આખી દુનિયામાં સૌથી વધારે તને પ્રેમ કરું છું. મારા તુલા રાશિના નાના મહેમાન તને મળવા માટે અમે રાહ નથી જાઈ શકતા.
જ્યોર્જ અને એમી છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જ્યોર્જ અબજપતિ અને એબિલિટી ગ્રૂપના ફાઉન્ડર એન્ડ્રિયાઝ પૈનયોતોનો દીકરો છે. બિઝનેસમેન જ્યોર્જ સાથે એમીએ ન્યુ યરે સગાઈ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




