દેવામાં ડૂબેલી જેટ એરવેઝે બીજા ૧૫ વિમાનોને ગ્રાઉન્ડ કર્યા

0
26

મુંબઇ,તા.૩
દેવામાં ડૂબેલી જેટ એરવેઝના બીજા ૧૫ વિમાન ગ્રાઉન્ડ થઈ ગયા છે. કંપનીનું કહેવું છે કે વિમાન લીઝ પર ઉપલબ્ધ કરાવનારી કંપનીઓને ભાડું ન ચકવવાને કારણે આ સ્થિતી સર્જાઈ છે. તેની સાથે જ જેટના ૧૧૯ વિમાનોમાંથી ગ્રાઉન્ડ કરવામાં આવેલા વિમાનોની સંખ્યા વધીને ૬૯ થઈ ગઈ છે. ૩૦ વિમાનોને અન્ય કારણોથી ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. આ રીતે માત્ર ૨૦ વિમાનોથી જેટ એરવેઝ તેની ઉડાનોનું સંચાલન કરી રહી છે.
નરેશ ગોયલ અને તેમની પત્નીના જેટના બોર્ડમાંથી રાજીનામા બાદ રેઝોલ્યુશન પ્લાન અંતર્ગત એરલાઈનને બેન્કોમાંથી ૧,૫૦૦ કરોડ રૂપિયા મળનાર છે. એરલાઈન ગ્રાઉન્ડેડ વિમાનોને ઓપરેશનમાં લાવવાની તમામ કોશિશ કરી રહ્યુ છે.
જેટ એરવેઝે બોઈંગ ૭૩૭ના ક્રૂ-મેમ્બર્સની સાથે ૧૧થી ૨૬ એપ્રિલ સુધીનું નવું રોસ્ટર બનાવ્યું છે. આ સિવાય ફલાઈટ ક્રૂ-મેમ્બર્સને સપ્ટેમ્બર સુધીનો લાંબો બ્રેક લેવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ ક્રૂ મેમ્બર્સને લાંબો બ્રેક જોઈ તો હશે તો તેમણે મંજૂરી માટે ફિલટ ઓફિસને જાણ કરવાની રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY