ન્યુ દિલ્હી,તા.૩૦
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત સામે ૨૦૧૪ના પેશાવર સ્કૂલ હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. રવિવારે યુએનમાં ભારતની સચિવ એનમ ગંભીરે તેનો જવાબ આપ્યો. તેઓએ કહ્યું ક, પાકિસ્તાન પાયાવિહોણ આરોપ લગાવી રહ્યું છે કે, ભારત તેમના દેશમાં આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી કહ્યું છે. પેશાવર હુમલામાં ભારત પર મદદનો આરોપ લગાવીને પાકિસ્તાન એવી કોશિશ કરી રહ્યું છે કે, જે શૈતાનને તેણે પોતાના પાડોશીઓને અસ્થિર કરવા અને તેઓની જમીન પચાવી પાડવા માટે પેદા કર્યો, તે જ તેને નુકસાન પહોંચાડી રહ્યો છે.
ગંભીરે કુરૈશીના આરોપોનો જવાબ આપવા માટે રાઇટ ટુ રિપ્લાયનો ઉપયોગ કર્યો. તેઓએ કહ્યું, ૨૦૧૪માં જ્યારે પેશાવરની સ્કૂલમાં બાળકો પર આતંકી હુમલો થયો તો આખા ભારતમાં મૌન રાખવામાં આવ્યું હતું.
પાકિસ્તાન કહે છે કે, તે આતંકવાદ વિરૂદ્ધ લડી રહ્યું છે, પરંતુ હાફિઝ સઇદ સહિત અનેક પ્રતિબંધિત આતંકીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે જ તેમના પોકળ દાવાની પોલ ખોલે છે. શું પાકિસ્તાન એ વાતથી ઇન્કાર કરી શકે છે કે, તે ૧૩૨ યુએન દ્વારા ઘોષિત આતંકીઓનું સંરક્ષક છે. નવું પાકિસ્તાન પણ જૂના ઢાંચામાં ઢળેલું છે.
સુષ્માના ભાષણ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ કહ્યું, ભારત-પાકિસ્તાનના મંત્રી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની અંદર મળવાના હતા, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે પોકળ વાતોનો આધાર બનાવીને ત્રીજીવાર વાતચીત રદ કરી દીધી.
પાકિસ્તાન શાંતિપૂર્ણ સંબંધ ઇચ્છે છે અને ભારત શાંતિવાર્તાને બદલે રાજનીતિને મહત્વ આપે છે. કુરૈશીએ આરોપ લગાવ્યો કે, ભારત એલઓસી પર સીમિત યુદ્ધના સિદ્ધાંત પર કાર્યવાહી કરે છે. પાકિસ્તાન તેનો યોગ્ય જવાબ આપશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



