શેરબજારમાં નિરાશા, સેન્સેક્સ ૧૭૯ અંક ઘટી ૩૮૮૭૭ પર બંધ

0
26

મુંબઇ,તા.૩
આજે શેરબજારમાં નિરાશા જાવા મળી છે. દિવસના અંતે શેરબજાર પછડાયું છે. જેમાં સેન્સેક્સ ૧૭૯.૫૩ અંક એટલે કે ૦.૪૬ ટકા ઘટીને ૩૮,૮૭૭.૧૨ પર અને નિફ્ટી ૬૯.૨૫ અંક એટલે કે ૦.૫૯ ટકા ઘટીને ૧૧,૬૪૩.૯૫ પર શેરબજાર બંધ થયું છે. જ્યારે શેરબજારમાં આજે સવારે ખુલતાની સાથે ઉછાળો જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ ૧૫૯.૧૧ અંક એટલે કે ૦.૪૧ ટકા વધીને ૩૯,૨૧૫.૭૬ પર અને નિફ્ટી ૩૫.૨૦ અંક એટલે કે ૦.૩૦ ટકા વધીને ૧૧,૭૪૮.૪૦ પર રહ્યો હતો.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે સેન્સેક્સ ૧૮૪.૭૮ અંક એટલે કે ૦.૪૮ ટકા વધીને ૩૯,૦૫૬.૬૫ પર અને નિફ્ટી ૪૪.૦૫ અંક એટલે કે ૦.૩૮ ટકા વધીને ૧૧,૭૧૩.૦૨ પર આવી બંધ થયો હતો. તથા ગઇકાલે સેન્સેક્સ ૭૧.૧૫ અંક એટલે કે ૦.૧૮ ટકા વધીને ૩૮,૯૪૩.૦૨ પર અને નિફ્ટી ૩૪.૯૦ અંક એટલે કે ૦.૩૦ ટકા વધીને ૧૧,૭૦૪.૦૫ પર ખુલ્યો હતો.
સારા ગ્લોબલ સંકેતોને કારણે આજે સવારે ભારતીય શેરબજારમાં તેજી જાવા મળી હતી. ગઇકાલે પણ શેરબજારમાં તેજીનો માહોલ જાવા મળ્યો હતો. ૨૦૧૯ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર વધારા સાથે જાવા મળ્યો હતો. પણ આજે દિવસના અંતે શેરબજારમાં કડાકો થયો છે.
બજારની તેજી ૧૧,૮૦૦-૧૧,૮૩૦ના પ્રાઇસ કન્ફ્લુઅન્ટ અવરોધ સુધી ચાલુ રહેવાની ધારણા છે, પરંતુ માર્ચથી સતત તેજી આવી છે તેવા શેરોમાં પ્રોફિટ બૂકિંગ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. જા નિફ્ટી ૧૧,૫૭૦થી નીચે જાય તો ૧૧,૩૦૦ સુધી કરેક્શન કે કોન્સોલિડેશન થઈ શકે છે. બજારમાં નોંધપાત્ર ટાઇમ અને પ્રાઇસ કરેક્શન ન આવે ત્યાં સુધી ટ્રેડર્સે લિવરેજ લોંગ પોઝિશન ટાળવી જાઈએ.
ડોલરની સરખામણીમાં રૂપિયો આજ ૯ પૈસા વધારાની સાથે ૬૮.૬૫ પર આવી ગયો છે. મંગળવારે ૪૦ પૈસા મજબૂત થઈને ૬૮.૭૪ પર બંધ થયો હતો. કારોબારીઓના જણાવ્યા પ્રમાણે એક્સપોટ્‌ર્સ દ્વારા ડોલરનું વેચાણ, વિદેશી રોકાણ અને શેરબજારની તેજીથી રૂપિયાને ફાયદો થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY