સની દેઓલ અભિનીત ફિલ્મ ‘બ્લેંક’નું ટ્રેલર રીલીઝ

0
5

મુંબઈ,તા.૪
બોલીવુડનો હીમેન સની દેઓલ એકવાર ફરી મોટા પડદા પર પોતાના દમદાર રૂપની સાથે હાજર છે. સની દેઓલની ફિલ્મ ‘બ્લેંક’નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મથી ડિંપલ કાપડીયાનો ભત્રીજા બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. રીલીઝ થયેલા ટ્રેલરનો પહેલો ડાયલાગ દિલ જીતી લેવા માટે પર્યાપ્ત છે. બેઝાદ ખામ્બાટાનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આતંકવાદ સામેની લડાઈની વાર્તા પર છે. ફિલ્મ ૩ મેનાં રોજ રીલીઝ થશે.
ફિલ્મનાં ટ્રેલરને જાઇને ખબર પડે છે કે આમાં આતંકવાદ અને ફાર્સની લડાઈ દર્શાવવામાં આવશે, પરંતુ ફિલ્મમાં તમને ટ્વિસ્ટ પણ જોવા મળશે. પોલીસ એક છોકરાને પકડે છે જે સ્લીપર સેલની માફક કામ કરે છે, પરંતુ આ છોકરાની અંદર એક બામ્બ ફિટ હોય છે.
તો કરણ કાપડિયા પહેલી ફિલ્મથી જ વિલનનાં રાલમાં જાવા મળી રહ્યો છે. કરણને આતંકવાદીનાં રાલમાં જાવો રસપ્રદ રહેશે. કરણ કાપડિયા ડિમ્પલ કાપડિયાની બહેન સિમ્પલનો દીકરો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY