કોન્ક્રીટ પંપની ચોરીના ફરાર બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ બી ડિવિઝન

0
558

સીસીટીવી ફુટેજમાં બ આરોપીઓ દેખાઈ આવતા ચોરીનો ભેદ ઉકેલાયો

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ની હદમાંથી ચોરાયેલ કોન્ક્રીટ પંપની ચોરીનો ભેદ ઉકેલી ભરૂચ બી ડિવિઝન પોલીસે બે આરોપી ઓને ઝડપી પડ્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સીંગ અને નાયબ પોલીસ અધિક્ષક એન.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હાદમાં ફરિયાદી મહમદ અબ્રામ મહોમદ હનીફ અસમદી રહે,એ/૬, વસીમવીલા સોસાયટી,ભરૂચ નાઓનું મકાન બાંધકામ કંન્ટકશન
કોન્ક્રીટ પંપની કોઈ ચોરો દ્રારા મનુબર ચોકડી પર પડેલ હતું જેની કિંમત આશરે ૧૫ લાખ હોઈ જે ચોરી ગયેલ હતા.જેની ફરીયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર.ગામીત અને પી.એસ.આઈ જે.વાય.પઠાણ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી ભરૂચથી લઈને સુરત કામરેજ સુધીના ટોલ ટેક્સ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આરોપી અજય શમ્ભુ વિશ્વાસ ગુલાબચંદ યાદવ રહે, મૂળ, બિહાર,હાલ રહે,લક્ષ્મીનારાયણ કંપની પાસોદરા પાટિયા,સુરત અને બીજો આરોપી વિકાસકુમાર ઉમેશ મંડળ નેવાલાલ મંડળ હાલ,રહે સુરતનાઓ સી.સી.ટી.વી. ફૂટેજમાં દેખાઈ આવ્યા હતાં.જેમાં આરોપી અજય ફરિયાદીના ત્યાંજ કામ કરતો હોઈ ભાડેથી વાહન લાવી રાત્રી દરમ્યાન ટોચન કરી કોન્ક્રીટ પંપની ચોરી કરી લઈ ગયા હતાં. જે અંગે પોલીસ દ્રારા બનેવની ધરપકડ કરી ચોરી કરેલ મુદ્દામાલ કોન્ક્રીટ પંપ કેજે વરલી કડોદરા જિલ્લો સુરત મુકવામાં આવ્યું હતું તેને ત્યાંથી લાવી ભરૂચ બી ડિવિઝન ખાતે રાખવામાં આવ્યું છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-૯૫૩૭૯૨૦૨૦૩.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY