મુંબઈ,તા.૪
બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતનું કહેવું છે કે તેની વાતોની અસર લોકો પર થાય છે. આ જ કારણ છે કે તેને ઘણી રાજકીય પાર્ટીઓએ રાજકારણ જોઈન્ટ કરવાની ઓફર કરી છે. કંગના રાણાવતે કહ્યું છે કે આમ કરીને હું મારી આઝાદી ગુમાવવા ઈચ્છતી નથી અને ન તો મારી ક્ષમતાને વ્યર્થ કરવા ઈચ્છું છું.
કંગના રાણાવતે કહ્યું કે, મારા દાદા સરજુસિંહ રાજપૂત હિમાચલ પ્રદેશમાં રાજકારણમાં જાડાયા હતા. અત્યાર સુધી તેમને ઘણી રાજકીય પાર્ટીઓએ પોતાના પક્ષમાં સામેલ થવા માટે દરેક પ્રકારે લુભાવ્યા છે. જેમાંથી કેટલાકે મોટા પદ પણ ઓફર કર્યાં છે. તે કહે છે કે જા હું રાજનીતિમાં આવું તો મને ખબર છે કે મારો અવાજ લોકો પર અસર કરશે, પરંતુ એકવાર કોઈ પાર્ટીની મહોર લાગ્યા બાદ હું મારી આઝાદી ગુમાવી બેસીશ.”
કંગનાએ જણાવ્યુ કે, ”અત્યારે હું કોઈ પણ મુદ્દે બોલવા આઝાદ છું પરંતુ પછી તેવું નહીં રહે. કોઈ પણ રિલેશનશિપ કે પાર્ટનરને લઈને બોલવાની આઝાદી હું ગુમાવી બેસીશ. ઘણા બધા લોકો એવા છે કે જે રાજકારણમાં ખાસ રસ લેતા નથી. જ્યારે આ દેશ માટે એક મહત્વનો વિષય છે. ”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



