મુંબઇ,તા.૬
સાંસદની ચૂંટણી ફરી વખત લડી રહેલા મોટાભાગના નેતાઓની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં વધારો થયો છે ત્યારે મુંબઈની નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઝુકાવનાર પૂનમ મહાજનની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં ૯૮ ટકાનો ઘટાડો થયો છે.
પૂનમ મહાજન હાલમાં ભાજપના સાંસદ છે અને તેઓ ભાજપના દિવગંત નેતા પ્રમોદ મહાજનના પુત્રી છે.ગત લોકસભા ચૂંટણી વખતે તેમની સંપત્તિ ૧૦૮ કરોડ રુપિયા હતી જે હવે ઘટીને ૨.૨૦ કરોડ રુપિયા થઈ ગઈ છે.
પૂનમ મહાજને ઉમેદવારીપત્ર ભરતી વખતે જાહેર કરેલી સંપત્તિ પ્રમાણે તેમની પાસે ૭૫ લાખ કેશ છે.બેંકોમાં ૨૨ લાખ રુપિયા છે અને ૭૨ લાખ રુપિયાની એલઆઈસી પોલિસી છે.
પૂનમ મહાજનના પતિ વજેંદલા રાવ પાસે ૨૯૬૫૦ રુપિયા રોકડા, ૧૩.૪૧ લાખ બેંકમાં અને પોલિસી સ્વરુપે ૯૫ લાખ રુપિયા છે.તેમની પાસે ૫.૨૮ લાખ રુપિયાના શેર પણ છે.પૂનમ મહાજનની પુત્રીના નામે બેંકમાં ૧.૩૮ લાખ રુપિયા છે.તેમની પાસે ૧૧.૦૭ લાખ રુપિયાની કાર છે.
પૂનમ મહાજનને સંપત્તિમાં થયેલા ઘટાડા અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યું હતુ કે, મારા પતિને ઓટોમોબાઈલ ડિલર તરીકેના બિઝનેસમાં ભારે નુકસાન થયુ છે.દેવુ ચુકવવા માટે અમારે ઘણી પ્રોપર્ટી વેચવી પડી છે. હવે અમારી પાસે માત્ર જીવન વીમા પોલિસીના પૈસા બચ્યા છે.
ગઈ ચૂંટણી વખતે પોતાની સંપત્તિમાં પૂનમ મહાજને ત્રણ ફ્લેટ,પનવેલ પાસે જમીન અને ઓડી કારોનો ઉલ્લેખ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




