મુંબઈ,તા.૩
સુપર સ્ટાર આમિર ખાનની વિક્રમસર્જક ફિલ્મ દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખે કહ્યુ હતું કે મને અનુરાગ બસુની ફિલ્મ કરવાની આૅફર મળી એને હું સદભાગ્ય સમજું છું.
તાજેતરમાં યશ રાજ બેનરની આમિર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથેની ફાતિમાની ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દુસ્તાન રજૂ થઇને ભૂંડે હાલે બોક્સ આૅફિસ પર પટકાઇ પડી ત્યારે ફાતિમા સ્તબ્ધ થઇ ગઇ હતી. પરંતુ અનુરાગ બસુએ એને પોતાની સ્ટોરીલાઇન સંભળાવીને ફિલ્મની આૅફર કરી ત્યારે એ ફરી ઉત્સાહિત થઇ હતી. ઠગ્સ આૅફ હિન્દુસ્તાન દંગલ પછીની એની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મ ફ્લોપ નીવડતાં સ્વાભાવિક રીતે જ ફાતિમાને ડર લાગ્યો હતો કે મારી કારકિર્દીને નુકસાન થશે.
‘હું મનોમન મૂંઝાતી હતી કે મારી કારકિર્દી કેવો વળાંક લેશે ત્યાં તો અનુરાગ બસુ મળ્યા હતા અને તેમણે પોતાની ફિલ્મની સ્ટોરીલાઇન સંભળાવીને મને ફિલ્મની આૅફર કરી હતી’ એમ ફાતિમાએ કહ્યુ હતું.
સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ આ ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ છે. જા કે અનુરાગ બસુએ આ અહેવાલને રદિયો આપ્યો હતો અને કહ્યુ હતું કે આ ફિલ્મ એક સ્વતંત્ર ફિલ્મ છે. એને લાઇફ ઇન અ મેટ્રો સાથે કશી લેવાદેવા નથી. આ ફિલ્મનું શૂટિંગ હાલ અભિષેક બચ્ચને શરૃ કરી દીધું છે. અન્ય સ્ટાર કાસ્ટની વિગતો અનુરાગે હજુ જાહેર કરી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




