તિરુવનંતપુરમ્,તા.૧૭
કેરળના મુખ્યમંત્રી પી. વિજયને આજે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે રાજ્યમાં પૂરના કારણે મરનારાઓની સંખ્યા વધીને ૧૬૭ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ આંકડો ૯૭નો હતો. બીજી તરફ, ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાહત અને બચાવ કાર્યોમાં પણ મુશ્કેલી આવી રહી છે. પાણી ભરાવવાના કારણે કોÂચ્ચ એરપોર્ટને આગામી ૨૬ ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.
કેરળ જનારી અનેક ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે. વરસાદના કારણે કેરળમાં વાહન-વ્યવહારમાં ખરાબ રીતે પ્રભાવિત થયો છે. વડાપ્રધાન શનિવારે પાણીમાં ડૂબેલા વિસ્તારોનો હવાઇ સર્વે કરશે તેવી શક્્યતા છે. વડાપ્રધાન પહેલા જ મુખ્યમંત્રી પી. વિજયનના સંપર્કમાં છે અને તેઓએ રાજ્યને શક્્ય તેટલી સહાયતાનું આશ્વાસન આપ્યું છે. કોઝિકોડ જેવા જિલ્લામાં હાલત સુધરી રહી છે પરંતુ મધ્ય કેરળના સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગુરુવારે કેરળમાં ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારતીય નેવીએ ત્રિચુર, અલૂવા અને મવૂત્યુપુઝામાં ફસાયેલા લોકોને હવાઈ માર્ગથી લોકોનું રેસ્ક્્યૂ કર્યું છે. રાજ્યમાં ૧.૫ લાખ બેઘર અને વિસ્થાપિત લોકો રાહત શિબિરોમાં છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્યના ૧૪ જિલ્લામાંથી એકને બાદ કરતાં તમામ હાઈ એલર્ટ પર છે. મધ્ય કેરળના પાથનમથિટ્ટા જિલ્લો બુધવારથી ખરાબ રીતે પ્રભાવિત છે કારણ કે હજારો લોકો રાન્ની, અરાનમૂલા તથા કોઝેનચેરીમાં ફસાયેલા છે. ફસાયેલા લોકોમાં સ્ટુડન્ટ્સ પણ સામેલ છે.
ગૃહ મંત્રી રાજનાથ સિંહ કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરી ચૂક્્યા છે. તેઓએ તેને ૧૯૨૪ બાદ રાજ્યમાં સૌથી મોટી આપત્તિ જણાવી હતી. રાજનાથે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયે કેરળની તમામ મદદ કરશે. તેઓએ ૧૦૦ કરોડની મદદનું એલાન પણ કર્યું હતું. જાકે, મુખ્યમંત્રી વિજયને મોદી સરકાર પાસે ૮,૩૧૬ કરોડના રાહત પેકેજની માંગ કરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





