નિફ્ટી ૧૯૮ પોઈન્ટ ઘટી ૧૦૭૫૪ પર બંધ
મુંબઈ,તા.૨૧
સપ્તાહના અંતે શુક્રવારે સેન્સેક્સમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. દિવસભરના કામકાજ બાદ શેરબજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ ૬૮૯.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૩૫,૭૪૨ પોઈન્ટ પર અને નિફ્ટી ૧૯૭.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૭૫૪ પોઈન્ટ પર બંધ થયો હતો.
શુક્રવારે જાપાનની આગેવાનીમાં એશિયાઈ બજારોમાં શેરબજારમાં ડાઉન ટ્રેડ જાવા મળ્યો હતો. જાપાનની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો જાવા મળ્યો. મેટલ ઈન્ડેક્સને છોડીને તમામ ઈન્ડેક્સમાં પણ પછડાટ જાવા મળી. નિફ્ટી, આઈટી, ઓટો અને એફએમસીજી ઈન્ડેક્સમાં સૌથી વધારે કમજારી જાવા મળી.
નિફ્ટી ૫૦માં ૫ ટેકા શેર પછડાટ સાથે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ટોપ લૂઝર બન્યો. એ સિવાય યૂપીએલમાં ૪ ટકા, ઝી એન્ટરટેનમેન્ટમાં ૨.૬૬ ચકા, મારુતિ સુઝુકીમાં ૨.૬૦ ટકા અને ઈન્ફોસિસમાં ૨.૨૪ ટકાની પછડાટ જાવા મળી.
વ્યાજ દરો વધવાથી યૂએસ બજારોમાં બીજા દિવસે પણ પછડાટ જાવા મળી. ફેડરલ રિઝર્વ પછી યૂએસ માર્કેટ ૨ ટકા ગગડ્યું હતું. ૨ દિવસમાં તે ૮૦૦ અંક તૂટી ચૂક્યું છે. ગુરુવારે શેરબજારમાં S&P ૫૦૦ ઈન્ડેક્સ અને નેસ્ડેક પણ ૧.૫ ટકાથી વધું તૂટ્યો છે. જા કે કાચા તેલથી સારા સંકેતો સાંપડ્યા છે. એમાં આશરે ૫ ટકાની જારદાર પછડાટ જાવા મળી. બ્રેંટ પર ભાવ ૫૫ ડોલરની નીચે સરકી ગયા છે. અમેરિકી બજારોની ચાલ પર નજર નાંખો તો બુધવારે કામકાજ સત્રમાં ડાઉજાન્સ ૪૬૪.૦૬ પોઈન્ટ એટલે કે આશરે ૨ ટકાની નબળાઈ સાથે ૨૨૮૫૯.૬૦ના સ્તર પર બંધ થયો. નેસ્ડેક ૧૦૮.૪૨ અંક એટલે કે ૧.૬ ટકાની પછડાટની સાથે ૬૫૨૮.૪૧ના સ્તર પર બંધ થયો. S&P પાંચસો ઈન્ડેક્સ ૩૯.૫૪ પોઈન્ટ એટલે કે ૧.૫ ટકાની કમજારી સાથે ૨૪૬૭.૪૨ના સ્તર પર બંધ થયો છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે દુનિયાભરના બજારોમાં મોટો કડાકો બોલાતા ભારતીય શેર બજાર પર પણ તેની અસર જાવા મળી રહી છે. સેન્સેક્સ ઊંધા માથે ગોથું ખાઇ રહ્યું છે. સેન્સેક્સ બપોરે ૩.૫ વાગ્યે ૬૬૮ અંકના કડાકા સાથે ૩૫૭૬૨ પર અને નિફ્ટી ૧૮૬ અંકના ઘટાડા સાથે ૧૦૭૬૪ પર ટ્રેડ થઇ રહી છે.
આજે સવારે ખૂલતાની સાથે જ સેન્સેક્સ અંદાજે ૩૭૦ અંક તૂટ્યા બાદ બપોરે ૧૨ વાગ્યે ૪૧૫ અંકના કડાકા સાથે ૩૬૦૧૫.૮૫ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ખાતે નિફ્ટી ૧૨૯.૩૫ અંક નીચામાં ૧૦૮૨૨ પર ટ્રેડ કરી રહી છે.
લંડન મેટલ એક્સચેન્જ પર એલ્યુમિનિયમ ૧૬ મહિનાની નીચલી સપાટીએ પહોંચી ગયો છે તેની અસર આજે મેટલ શેરો પર જાવા મળતા વેચવાલી જાવા મળી રહી છે. બેન્કિંગ અને ઓટો સેકટરના શેરોમાં વેચવાલીનો માહોલ જાવા મળી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



