વિષય તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી અપાશે
આહવા, તા.૧૯
ડાંગ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આગામી તા.ર૦/ર/ર૦૧૯નાં રોજ સવારે ૧૦ થી બપોરના ર વાગ્યા સુધી તાલુકા પંચાયત કચેરી-સુબિરના સભાખંડમાં, બાળલગન્ એક સામાજિક દુષણ વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લામાં બાળકોની કલ્યાણકારી યોજનાઓ સહિત બાળ અધિકારો, બાળ સુરક્ષા સેવાઓનો અમલ તથા સામાજિક જનજાગૃતિ અર્થે આયોજિત આ વર્કશોપ દરમિયાન જે.જે.એક્ટ-ર૦૦પ અને પોક્સો એક્ટ-૨૦૧૨ ઉપરાંત બાળ મજુરી, બાળકોના મુખ્ય અધિકારો અને બાળ સુરક્ષાની સેવાઓનો અમલ સુનિત કરવાના આશય સાથે સુબિર તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, ગામના પ્રતિષ્ઠિત નાગરીકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સખી મંડળની બહેનો, પ્રાથમિક શાળાના આચાર્યો, આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓ તથા અન્ય ગ્રામીણ કર્મચારીઓ ભાગ લેશે. વર્કશોપનું ઉદ્ઘાટન તાલુકા બાળ સુરક્ષા સમિતિના અધ્યક્ષ-વ-તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે કરાશે. દરમિયાન મહાનુભાવો તથા વિષય તજજ્ઞો દ્વારા સંબંધિત વિષયોની વિસ્તૃત જાણકારી અને માહિતી પણ પુરી પાડવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



