‘અંગ્રેજી મિડિયમ’માં કરીના કપૂર પણ ચમકી રહી છે : રાધિકા માદન

0
3

મુંબઈ,તા.૮
અભિનેત્રી રાધિકા માદને એ સમાચારને સમર્થન આપ્યું હતું કે હિન્દી મિડિયમની સિક્વલ અંગ્રેજી મિડિયમમાં ઇરફાન ખાન સાથે કરીના કપૂર ખાન પણ ચમકી રહી હતી.
ઓરિજિનલ ફિલ્મ હિન્દી મિડિયમમાં ઇરફાન ખાન સાથે પાકિસ્તાની અભિનેત્રી સબા કમર ચમકી હતી. આ ફિલ્મ હિટ નીવડતાં એના સર્જકોએ સિક્વલની જાહેરાત પણ કરી હતી.
રાધિકાએ સોશ્યલ મિડિયા પર આ જાહેરાત કરતાં સાથે લખ્યું હતું કે અમારી જાડે કરીના કપૂર ખાન પણ ચમકી રહી છે. આ ફિલ્મમાં રાધિકા માદન ઇરફાન ખાનની પુત્રીનો રોલ કરે છે. આ ફિલ્મમાં કરીના પહેલીવાર પોલીસ અધિકારીનો રોલ કરશે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તનાવ જેવું હોવાથી સબા કમર કે બીજી કોઇ પાકિસ્તાની અભિનેત્રીને લેવાની ફિલ્મ સર્જકોની ઇચ્છા નથી. ઇરફાન ખાને સિક્વલનું શૂટિંગ શરૂ કરી દીધું હતું.
કરણ જાહરની તખ્ત શરૂ કરવા પહેલાં કરીના અંગ્રેજી મિડિયમ પૂરી કરશે. એણે કરેલી યોજના મુજબ આ વર્ષના નવેંબર સુધીમાં એ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા ધારે છે. ત્યાર બાદ કરણ જાહરની તખ્ત શરૂ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY