રાહુલ ગાંધી વારંવાર અનિલ અંબાણી પર આરોપો મૂકે છે ત્યારે
મુંબઇ,તા.૧૮
એક તરફ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રિલાયન્સ ગ્રુપના અનીલ અંબાણી પર નિશાન સાધી રહ્યા છે. તો બીજી બાજુ તેમના જ ભાઈ મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈ ખાતેથી કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કરી રહ્યા છે. બુધવારે દેવડાએ વેપારીઓ અને અધિકારીને સમર્થન સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઘણા નાના વેપારીઓ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને કોટક મહિન્દ્ર બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ઉદય કોટક પણ દેવડાને સમર્થન કરતા જાવા મળ્યા હતા.
મિલિંદે ટ્વીટર પર તેમના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, નાના દુકાનદારોથી માંડી મોટા ઉદ્યોગપતિઓ સુધી તમામ માટે મુંબઈનો મતલબ બિઝનેસ છે. દક્ષિણ મુંબઈમાં બિઝનેસ પાછો લાવવો પડશે.
એવું ઘણી ઓછી વખત જાવા મળ્યું છે કે મુકેશ અંબાણીએ ખુલીને ચૂંટણીમાં કોઈ ઉમેદવારનું સમર્થન કર્યું છે. તેમણે ૧૦ વર્ષ સુધી દક્ષિણ મુંબઈને રિપ્રેઝેન્ટ કર્યું છે. તેમને અહીં સામાજિક- આર્થિક અને સાંસ્કૃતિક ઈકો સિસ્ટમની સારી સમજણ છે. નાના અને મોટા બિઝનેસ બન્ને દક્ષિણ મુંબઈમાં સફળ થઈ રહ્યા છે. જેથી આવનારી પેઢીઓ માટે રોજગારીની તકો ઊભી કરી શકાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



