‘ઝીરો’ને લોકોએ રિજેક્ટ કરી એનું મને દુઃખ છે : શાહરૂખ ખાન

0
5

મુંબઈ,તા.૨૦
શાહરૂખ ખાનની ઝીરોને બેઇજિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિસ્ટવલ ૨૦૧૯ની ક્લોઝિંગ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. પણ, આ એક્ટર કહે છે કે ભારતમાં લોકોને આ ફિલ્મ પસંદ ન આવી તેનું મને દુઃખ છે. તેણે એક ચાઇનીઝ ટીવી ચેનલને જણાવ્યું હતું કે, ‘ઝીરોને ભારતમાં એટલો સારો પ્રતિસાદ ન મળ્યો. મને લાગે છે કદાચ મેં ખોટી ફિલ્મ બનાવી. મેં કદાચ સારી રીતે સ્ટોરીટેલિંગ ન કર્યું. મને ચિંતા છે કે અહીં પણ કદાચ લોકોને આ ફિલ્મ ઓછી પસંદ આવશે.’
૨૦૧૮ની આ ફિલ્મમાં શાહરૂખ એક ઠિંગણા વ્યકિતનો રોલ કરે છે જે સેરેબ્રલ પાલ્સીથી પિડિત સાયન્ટિસ્ટ અને ફેમસ એક્ટ્રેસના પ્રેમમાં પડે છે. તેણે ઉમેર્યું કે, ‘જ્યારે આ ફિલ્મે સારું પ્રદર્શન ન કર્યું ત્યારે મને દુઃખ થયું. ઘણાં બધા લોકોએ આ ફિલ્મ રિજેક્ટ કરી હતી. જ્યારે તમે ત્રણ વર્ષની મહેનત પછી ફિલ્મ બનાવો અને તે બરાબર ન બને.. ત્યારે તમે ડિપ્રેસ ન થાવ.. પણ મારે આ દૃષ્ય નહોતું જાવું. હવે હું ત્રણ મહિના પછી આ ફિલ્મ જાઇશ. કદાચ હવે મને ખ્યાલ આવે કે આ ફિલ્મમાં શું ખોટું થયું.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY