મુંબઈ,તા.૨૨
બોલીવુડ એકટ્રેસ રિયા સેન હંમેશા પોતાનાં બોલ્ડ ફોટાઓની કારણે ચર્ચામાં રહી છે. રિયા હિંદી ફિલ્મો સિવાય બંગાળી ફિલ્મોમાં પણ ખુબજ સક્રિય છે. રિયા એક વેબ સીરીઝ ‘પોઈઝન’ને લઈને ખુબજ ચર્ચામાં છે. વેબ સીરીઝના લોન્ચીંગ વખતે રિયા સેને પોતાના લગ્ન જીવન અને માતૃત્વ અંગે ખુલીને વાતો કરી હતી. રિયા સેને કહ્યું હતુ કે એક ખાસ કારણ છે કે મને પ્રેગ્નેંટ થવાના નામ માત્રથી જ ડર લાગે છે.
માં બનવાના સવાલ પર રિયા સને કહ્યું કે હું ચોક્કસ માતા બનવાનું વિચારી રહી છુ. પણ મને લેબર પેનથી ખુબજ ડર લાગે છે. હાલતો હું મારી નવી લાઈફને ભરપુર એન્જાય કરી રહી છુ. અમે બને ઇચ્છીએ છીએ કે અમારા ઘરે પારણું બંધાય મારૂ ઘર બાળકોની કીલકારીઓથી ગુંજી ઉઠે. અમે બંને કામના કારણે ખુબજ વ્યસ્ત રહીએ છીએ એટલે કોઈ નવી જવાબદારી આવે તો થોડી મુશ્કેલી આવે. અમે હજુ માનસીક રીતે તૈયાર નથી. બાળક આવતા તેને સમય ફાળવવો પડે છે આ માટે પણ તૈયાર થવું પડશે.
રિયા સેને ૨૦૧૭માં પોતાના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે ચુપચાપ લગ્ન કર્યા હતા. આ કપલે ખુબ જલ્દીથી લગ્ન કર્તા ચર્ચાએ જાર પકડ્યુ હતુ કે એકટ્રેસ પ્રેગ્નેટ હોવાથી તાત્કાલીક લગ્ન કર્યા છે. જો કે આ સમાચાર અફવાહ નિકળી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





