SC/ST એક્ટના વિરોધ બદલ મને ધમકીઓ મળી રહી છેઃ આધ્યાત્મિક ગુરુ

0
23

મથુરા,તા.૧૩
અનુસૂચિત જાતિ તેમજ જનજાતિ (SC/ST) કાયદાના વિરોધ બદલ આધ્યાત્મિક ગુરૂ દેવકીનંદ ઠાકુરને ગુરુવારે જણાવ્યું કે તેને મોતની ધમકીઓ મળી રહી છે. પોલીસે આ અંગે જણાવ્યું કે, ઠાકુરને અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો જેણે જણાવ્યું કે, ‘ જો તે એસસી એસટી એક્ટનો વિરોધ ચાલુ રાખશે તો જાનથી મારી નાંખવામાં આવશે.
ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ રાકેશ કુમારે આ મામલે જણાવ્યું કે ફોન કરીને ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આધ્યાત્મિક ગુરૂ દેવકીનંદન ઠાકુરે જણાવ્યું હતું કે, ‘હું એસસી-એસટી કાયદા વિરુદ્ધ નથી પરંતુ તેના દુરૂપયોગનો વિરોધી છું.’
બુધવારે ઠાકુર યુએસ પ્રવચન આપવા રવાના થયા હતા તે પૂર્વે તેણે આ વાત જણાવી હતી. ઠાકુરે વધુમાં ઉમેર્યું હતું કે, બુધવારે એસસી-એસટી એક્ટના વિરોધ બદલ આગરા ખાતે તેને કસ્ટડીમાં લઈ લેવાયા હતા પરંતુ બાદમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
આગરામાં એક કાર્યક્રમમાં એસસી-એસટી કાયદાના વિરોધ માટેના એક કાર્યક્રમમાં તેમને આમંત્રણ મળ્યું હતું પરંતુ તેમણે તેમાં જવાનું ટાળ્યું હતું. જો કે બાદમાં મીડિયા સાથે આ મામલે વાતચીત દરમિયાન તેમને કસ્ટડીમાં લઈ જવાયા હતા. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં સુધારાને મંજૂરી આપી છે જેનો કેટલાક ઓબીસી અને અન્ય વર્ગ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY