શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ ૧૮૦ અંક વધી ૩૫૬૪૯ પર બંધ

0
26

નિફ્ટી ૬૬ અંકના વધારા સાથે ૧૦૭૨૯ પર ક્લોઝ
મુંબઈ,તા.૨૬
બુધવારે શેરબજાર દિવસ દરમિયાન બંધ થતાં છેલ્લી મિનિટોમાં તે રિકવર થયું હતું. પછી કામકાજના અંતે ૧૭૯.૭૯ પોઈન્ટ ઉંચકાઈને સેન્સેક્સ ૩૫૬૪૯.૨૫ પર બંધ થતો જાવા મળ્યો હતો.. જ્યારે ૫૦ શેરોનો નિફ્ટી પણ ૬૬.૩૫ પોઈન્ટ વધ્યો હતો. ૧૦૭૨૯.૬૦ પોઈન્ટ પર બંધ થતો જાવા મળ્યો હતો. જ્યારે સોનાના ભાવ ઉંચકાયા હતા.એક સમયે સોનામાં ૧૧૩ રૂપિયાનો વધારો થયો હતો ૩૧૫૭૩.૦૦ પર દસ ગ્રામ બોલાયો હતો. જ્યારે રૂપિયો ૭૦.૦૮ પ્રતિ ડોલરની સપાટી પર ટ્રેડ કરતો જાવા મળ્યો હતો.
ક્રિસમસની રજા બાદ બુધવારે શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. કામકાજની શરુઆત સેન્સેક્સ ૧૯૪.૪૮ અંક એટલે કે ૦.૫૫ ટકા ઘટીને ૩૫,૨૭૫.૬૭ પોઈન્ટ પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી ૪૬.૭૫ પોઈન્ટ એટલે કે ૦.૪૪ ટકા ઘટીને ૧૦,૬૧૬.૭૫ પોઈન્ટ પર ખૂલ્યો. સોમવારે અમેરિકી માર્કેટમાં ભારે ઉતારચઢાવ જાવા મળ્યાં. આ બધાંની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો ફેડરલ રિઝર્વ પર હુમલો ચાલી રહ્યો છે. ટ્રમ્પ ફેડરલ રિઝર્વના વડા પોવેલને હટાવવાની કોશિશમાં હોવાને પગલે પોવેલ પર ટ્રમ્પના નિવેદનોને લીધે બજારમાં ચિંતાનું મોજું જાવા મળ્યું હતું.
દિગ્ગજ શેરોની સાથે બુધવારે શેરબજારમાં મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ નબળી શરૂઆત રહી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૫૪ ટકા નબળાઈ સાથે ૧૫૦૮૯.૦૭ પોઈન્ટ પર અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧ ટકા નબળાઈ સાથે ૧૪૪૨૨૧.૩૫ ના સ્તર પર કામકાજ કરતો જાવા મળ્યો હતો. જા કે ઓઈલ અને ગેસ શેરોમાં ક્રુડની નબળાઈની અસર જાવા મળી . બીએસઈનો ઓઈલ અને ગેસ ઈન્ડેક્સ ૦.૩ ટકા વધારો દેખાડતો હતો. બેંક શેરોમાં પણ આજે વેચાણના દબાવમાં જાવા મળ્યાં હતા. જેને પગલે બેંક નિફ્ટટી પણ ૦.૬૩ ટકા તૂટીને ૫૬,૫૪૫.૨૨૫ પર જાવા મળ્યો હતો. બજારમાં ચારેય બાજુ નફો ઘરભેગો કરવાનું દબાણ હેઠળ વેચાણનો માહોલ છે. ફાર્મા, આઈટી, ઓટો, એફએમસીજી શેરોમાં ભારે નબળાઈ જાવા મળી. નિફ્ટીનો ફાર્મા ઈન્ડેક્સ ૧.૩ ટકા, ઓટો ઈન્ડડેક્સ ૧.૨ ટકા, આઈટી ઈન્ડેક્સ ૧.૨ ટકા અને એફએમસીજી ઈન્ડેક્સ આશરે ૧ ટકા તેમજ મેટલ ઈન્ડેક્સ ૧.૦૧ ટકા નબળો જાવા મળ્યો.
બીપીસીએલ, આઈઓસી, કોલઈન્ડિયા, ઓનએસીજી ટોપ ગેનર્સ રહ્યાં હતા. હિંદુસ્તાન યૂનિલીવર, સનફાર્મા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, વિપ્રો, ઇંડસઇંડ બેન્કના શેર લાલ નિશાનમાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY