મુંબઈ,તા.૨૬
લોકોનો સૌથી વધુ પ્રેમ મેળવનારો સ્ટાર કિડ તૈમૂર અલી ખાન સતત ન્યૂઝમાં રહે છે. તેના પેરેન્ટ્સ-સૈફ અલી ખાન અને કરીના કપૂરને મીડિયાના ફોટોગ્રાફર્સ તેને ખૂબ જ એટેન્શન આપી રહ્યા છે એ પસંદ નથી. થોડા સમય પહેલાં કરીનાએ મજાકમાં ટ્વિટ હતું કે, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૧૦’માં તે તૈમૂરને જોવા ઇચ્છે છે.’
‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’ના ડિરેક્ટર પુનીત મલ્હોત્રાને કરીનાની આ કોમેન્ટ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ‘મને આશા છે કે, તમને બધાને આ ફિલ્મ ગમશે અને તમારા પ્રેમથી જ અમે આ ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જઇશું. જો અમે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવામાં સફળ રહીશું તો એમાં તૈમૂર રહેશે.’ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’માં ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયા લીડ રોલ્સમાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



