ગોંડલ,તા.૩
ગોંડલની યુવતી લીના જોશી છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલ હોય તાજેતરમાં અમેરિકાના ક્લાસ ટેક્સાસ ખાતે હિબા એન્ટરટેઇન્ટમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઈન્ટમેન્ટ દ્વારા વુમન ઓફ ધ યર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ ગોંડલની લીના જાશીએ પણ નોમીનેશન કરાવ્યું હતું. જેમાં લીના જોશીએ વુમન ઓફ ધ યરનો એવોર્ડ મેળવી ગોંડલ સાથે દેશને ગૌરવ અપાવ્યું હતું. આ એવોર્ડ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન દ્વારા લીના જાષીને આપવામાં આવ્યો હતો.
લીના જોશી દ્વારા વુમન એન્વાયરમેન્ટ અને ઇમેજ કન્સલ્ટિંગના કાર્યમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે. હાલ તે ત્યાંના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ઈમેજ કન્સલ્ટિંગ દ્વારા કોચિંગ આપી રહ્યા છે. તે બ્યુટી ઈમેજીનના કન્ટેસ્ટન્ટને પણ ગ્રુમિંગ પ્રોવાઇડ કરી રહ્યા છે. તાજેતરમાં જ યોજાયેલ મિસ સાઉથ એશિયા વર્લ્ડના આયોજનમાં તેઓએ જજ તરીકે ફરજ નિભાવી હતી. તેઓએ પોતાના કામ અને અચિવમેન્ટથી ગોંડલનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું છે. તેમના ભાઈ વિમલભાઈ જાશી ગોંડલ કોર્ટમાં ફરજ બજાવી રહ્યા છે. તેમના માતા નિવૃત શિક્ષિકા છે. સાત સમંદર પાર પુત્રીની સિદ્ધિથી પરિવાર સહિત ગોંડલ ગૌરવ અનુભવી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




