શેરબજારમાં તેજીનો માહોલઃ સેન્સેક્સ ૩૩૬ અંક વધી ૩૯૦૦૦ને પાર

0
8

નિફ્ટી ૧૧૩ પોઇન્ટ વધી ૧૧૭૫૪ પર બંધ
મુંબઇ,તા.૨૬
દિવસના અંતે શેરબજારમાં ઉછાળો જાવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +૩૩૬.૪૭ અંક એટલે કે ૦.૮૭% ટકા વધીને ૩૯,૦૬૭.૩૩ પર અને નિફ્ટી +૧૧૨.૮૫ અંક એટલે કે ૦.૯૭% ટકા વધીને ૧૧,૭૫૪.૬૫ પર માર્કેટ બંધ થયું છે.
આજે શેરબજારમાં ખુલતાની સાથે ધીમી ચાલે વધારો જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +૩૭.૭૧ અંક એટલે કે ૦.૦૯૭% ટકા વધીને ૩૮,૭૬૮.૫૭ પર અને નિફ્ટી +૨૩.૦૦ અંક એટલે કે ૦.૨૦% ટકા વધીને ૧૧,૬૬૪.૮૦ પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.
ગઇકાલે દિવસના અંતે શેરબજારમાં કડાકો બોલાયો હતો. જેમાં સેન્સેક્સ -૩૨૩.૮૨ અંક એટલે કે ૦.૮૩% ટકા ઘટીને ૩૮,૭૩૦.૮૬ પર અને નિફ્ટી -૮૪.૩૫ અંક એટલે કે ૦.૭૨% ટકા ઘટીને ૧૧,૬૪૧.૮૦ પર માર્કેટ બંધ થયું હતુ.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો મળ્યો હતો. તેમજ માર્કેટે સેન્સેક્સને ૩૯,૦૦૦ને પાર પહોંચાડી દિધુ હતુ. તેમજ શેરબજારમાં ગઇકાલે ખુલતાની સાથે સેન્સેક્સ +૭૧.૨૪ અંક એટલે કે ૦.૧૮% ટકા વધીને ૩૯,૧૨૫.૯૨ પર અને નિફ્ટી +૨૯.૮૦ અંક એટલે કે ૦.૨૫% ટકા વધીને ૧૧,૭૫૫.૯૫ પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.
અર્થતંત્ર અને એનપીએના મુદ્દે માળખાગત સુધારા, કન્ઝ્યુમર ફુગાવામાં ઘટાડો તથા અર્થતંત્રમાં ચૂંટણી પછી સ્થિરતા જેવાં પરિબળોથી મધ્યમ ગાળામાં ભારતમાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્્યતા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભવિષ્ય માટે હળવા અને ન્યુટ્રલ વલણ સાથે છેલ્લી બે પોલિસી બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY