ભારતમાં ક્રિકેટના મેદાનમાં આઈ પી એલ મેચ ચાલી રહી છે. આઇપીએલ અને અન્ય મેચોમાં મોટાભાગે મેચ ફિક્સિંગના આરોપ લાગ્યા. કેટલાક ખેલાડીઓને સજા પણ થઈ જેમાં એક અઝહર પણ છે. કોઈ શ્રીકાંત ઉપર પણ આરોપ લાગ્યા હતા. મેચ ફિક્સિંગ પછી હવે ભારતમાં ન્યાયતંત્રમાં પણ મેચ ફિક્સિંગની જેમ બેન્ચ ફિક્સિંગના પણ આરોપ લાગ્યા. અને અત્યારના દિવસોમાં દેશની સૌથી મોટી અદાલત ના ચીફ જસ્ટિસ પર યૌન શોષણનો આરોપ લાગતા જ એક મોટા ષડયંત્રનો પણ પર્દાફાસ સામે આવી ગયો. ખુદ જસ્ટિસ અરુણ મિશ્રાએ ભરી અદાલતમાં દેશની સામે એવી વાત રાખી કે જા તેને રોકવામાં નહીં આવે તો ન્યાયતંત્ર પણ તૂટી જશે. લોકશાહીમાં એક ન્યાયતંત્ર અને પ્રેસ મીડિયા જ છે જેના પર દરેક લોકોને વિશ્વાસ બનેલો છે. જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે ન્યાય તંત્રને પોતાના ઈશારા પર નહીં, પોતાની આંગળીઓ પર નચાવવાળા સાંભળી લો. આગ સાથે રમત ના રમો. દરરોજ અમે સાંભળતા આવ્યા છીએ કે બેન્ચ ફિક્સિંગ થાય છે. અમે અમીર અને શક્તિશાળી લોકોને હટાવવા માગીયે છીએ કે સુપ્રીમ કોર્ટ સાથે રમત રમવી એ આગ સાથે રમવા બરાબર છે. ન્યાયિક પ્રક્રિયામાં કોઈપણ મેચ ફિક્સિંગ નથી થઈ શકી.
અસલમા તો ચીફ જસ્ટીસ સન્માનનીય રંજન ગોગોઈ ઉપર એક મહિલા કર્મચારી દ્વારા યૌન શોષણનો આરોપ લાગતા ન્યાયતંત્રમાં ધરતીકંપ મચી ગયો હોય તેવું થયું. સી જેએ બહુજ ધર્યથી કામ લેતા પોતાની ઉપર લાગેલા આરોપની તપાસને માટે ત્રણ જજ્જોની કમિટી બનાવી. અને આ એક બહુ જ મોટું ષડયંત્ર હોવાની સાબિતી બહાર આવતા જ તેની અલગથી તપાસ માટે અવકાશ પ્રાપ્ત જસ્ટીસ પટનાયકને જવાબદારી સોપવામાં આવી. ચારે તરફથી તપાસ ચાલી રહી છે. એક વિભાગીય અને એક ષડયંત્રની. દેશના જાગ્રત નાગરિકો અને સમગ્ર ન્યાયતંત્ર એ વાતને રાહ જાઈ રહ્યા છે કે આખરે એ કઈ તાકતો છે કે જે સુપ્રીમ કોર્ટને પોતાના ઈશારા ઉપર ચલાવવાનું માગે છે. એટલા માટે અદાલત પણ તપાસ કમિટીના રિપોર્ટ જાહેર કરે. સુરક્ષા કે દેશની સલામતી કે કોઈ બીજા કારણોને લઈને આ રિપોર્ટ જાહેર ના થઇ શકે એવા કોઈ કારણ આપીને તેને કોઈ ફાઈલમાજ ના રાખે કેમ કે આ કોઈ નાની મોટી વાત નથી. જે મહિલાએ પોતાના યૌન શોસણનો આરોપ સી જે પર લગાવ્યો, તે સારી રીતે જાણે છે કે તેણે કોના પર આરોપ લગાવ્યો. આ મામલો કોઇ સામાન્ય નથી તે અદાલતમા કામ કરતી હતી અને સી જેના ઘરમાં પણ કામ કરતી હતી. તે ન્યાયતંત્રની પ્રણાલીની જાણકાર છે. અને આ મહિલાએ એફિડેવિટ કરીને પોતાના યૌન શોષણની જાણકારી ૨૨ જજા ને મોકલી હતી. પરંતુ જ્યારે ન્યાય ના મળ્યો ત્યારે તે મિડીયાની પાસે પહોંચી અને આ સમગ્ર મામલો બહાર આવ્યો.
આ મામલામાં બંધ કવરમા આપવામાં આવેલી જાણકારી કે અહેવાલ પછી જાહેર નથી થતો.તો શું દેશને એ જાણવાનો અધિકાર નથી કે સીજે પર લાગેલા આરોપ કેમ લાગ્યા….? જેમકે જસ્ટીસ મિશ્રાજીએ કહ્યું કે આ એક બહુજ મોટુ ષડયંત્ર લાર્જર કોન્સપરન્સી છે અને તેની પાછળ ધનવાન તથા શક્તિશાળી લોકો છે. તો આખરે તે ધનવાન કોણ છે…..? કોણ છે તેઓ કે ભારતમાં સૌથી મોટી અદાલત ને પોતાના ઈશારા ઉપર ચલાવવાનુ ઈચ્છે છે…..? ભારતની ૧૩૫ કરોડની જનતાને એ ખબર પડવી જ જાઈએ. જેથી સમાજમાં ફરતા એ ભેડીયાઓ કોણ છે. અને અદાલત તેને કડકમાં કડક સજા શું આપે છે…..! ન્યાયતંત્ર દેશને સૌથી મોટો સંદેશો આપે કે આ ભારત છે ભારત… તેના ન્યાયતંત્રને અમીર થી અમીર પણ ખરીદી નથી શકતા….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



