મુંબઈ,તા.૨૮
શેરબજાર માટે શુક્રવારનો દિવસ તેજીથી ભરપૂર રહ્યો. દિવસભરના કામકાજ બાદ શેર બજાર બંધ રહ્યું ત્યારે બીએસઈ સેન્સેક્સ ૨૬૯.૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૩૬૦૭૬.૭૨ પોઈન્ટ પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટી ૭૯.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૮૫૮.૯૦ની સપાટી પર બંધ રહ્યો. સોનાએ ચમક ગુમાવી. જ્યારે રૂપિયો ૭૦.૦૧ પ્રતિ ડોલર પર ટ્રેડ કરતો જાવા મળ્યો.
વૈશ્વિક સારા સંકેતો અને ક્રૂડ બજારમાં નરમાઈ વચ્ચે રૂપિયો વધું મજબૂત જાવા મળ્યો અને શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી જાવા મળી. નિફ્ટીએ મજબૂતી દાખવતા ૧૦૮૫૦ની સપાટી કુદાવી. પ્રાઈમરી સેક્ટરમાં તેજીએ શેરબજારમાં ઉછાળો લાવી દીધો.
સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ ૨૦૧.૩૦ પોઈન્ટ એટલે ૦.૫૬ ટકા વધીને ૩૬૦૦૮.૫૮ પર અને નિફ્ટી ૪૭.૮૫ પોન્ટ એટલે કે ૦.૪૪ ટકા વધીને ૧૦૮૨૭.૬૫ પોઈન્ટ પર ખૂલ્યો. શરૂઆતના કામકાજમાં નિફ્ટી અને સેન્સેક્સની ચાલમાં તેજી જાવા મળી. જાકે સેન્સેક્સ ૩૬૧૨૦ની આસપાસ અને નિફ્ટી ૧૦૮૭૦ની આસપાસ નજર આવી રહ્યો છે.
દિગ્ગજ શેરોની સાથે જ આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સારી ખરીદી જાવા મળી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૫૦ ટકાના વધારા સાથે ૧૫૨૯૦ના સ્તર પર કામકાજ કરી રહ્યો છે. તો બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪ ટકાના વધારા સાથે ૧૪૫૬૦ના સ્તર પર નજર આવી રહ્યો છે. આજે કામકાજમાં ઓઈલ એન્ડ ગેસ શેરોમાં પણ સારી ખરીદી જાવા મળી. બીએસઈના ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ ૦.૭૬ ટકાનાવધારા સાથે કામકાજ કરી રહ્યો છે.
ગુરુવારે ઉછાળા સાથે ખુલેલા શેરબજારમાં દિવસભરના કામકાજ બાદ સતત તેજી જાવા મળી હતી. સેન્સેક્સ ૧૫૭.૩૪ પોઈન્ટના વધારા સાથે ૩૫૮૦૭.૨૮ની સપાટી પર બંધ થતો જાવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૯.૯૫ પોઈન્ટના વધારા માર્કેટમાં ફૂલ ગુલાબી તેજી, સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૪૭ પોઈન્ટ મજબૂત સાથે ૧૦ ૭૭૯.૮૦ પોઈન્ટ પર બંધ થતું જાવા મળ્યું હતું. જ્યારે ડોલરની સરખામણીએ રૂપિયો ૭૦.૨૯ પર ટ્રેડ કરતો જાવા મળ્યો હતો. જ્યારે સોનાની કિંમતોમાં ૮૬ રૂપિયાનો ઉછાળ જાવા મળ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



