શાહરુખને લઇને ‘ડાન-થ્રી’ બનાવીશ એ માત્ર અફવાઃ ફરહાન અખ્તર

0
7

મુંબઈ,તા.૭
મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે કહ્યું હતું કે હું શાહરુખ ખાનને લઇને ટૂંક સમયમાં ડાન થ્રી બનાવવાનો છું એવા મિડિયા રિપોર્ટ સાચા નથી.
‘હકીકત એ છે કે હજુ અમારી પાસે સ્ક્રીપ્ટ જ તૈયાર નથી એટલે ફિલ્મ બનાવવાનો સવાલ પેદા થતો નથી. અલબત્ત, સચોટ સ્ક્રીપ્ટ મેળવવાના અમારા પ્રયાસો ચાલુ છે. પરંતુ એમ રાતોરાત કશું નક્કી થતું નથી’ એમ ફરહાન અખ્તરે કહ્યું હતું.
મિડિયા રિપોર્ટ મુજબ પોતાની ઝીરો ફિલ્મ પીટાઇ ગયા બાદ શાહરુખે ફરહાન અખ્તરની ડાન થ્રી શરૃ કરવાનો નિર્ણય કર્યો હતો. ફરહાને આ રિપોર્ટને નરી ગોસિપ ગણાવી હતી.
મૂળ ૧૯૭૦ના દાયકાની આખરમાં આવેલી ડાનમાં હાલના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હીરો હતા અને એ ફિલ્મ હિટ નીવડી હતી. એ પછી ફરહાન અખ્તરે પોતાના પિતા અને ડાનના સહલેખક ગીતકાર જાવેદ અખ્તરની મદદથી નવી સ્ક્રીપ્ટ તૈયાર કરાવી હતી અને શાહરુખ ખાનને લઇને ફરીથી ડાન બનાવી હતી. આ ડાન હિટ નીવડતાં ફરહાને શાહરુખને લઇને ડાન ટુ બનાવી હતી. એ પણ હિટ નીવડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY