અભિનેતા કાદર ખાનને મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરાયા

0
5

મુંબઈ,તા.૩૦
અભિનેતા કાદર ખાન એ કલાકારોમાંના હતા જેમણે પોતાના અભિનય અને લેખનમાં એકસમાન હથોટી પૂરવાર કરી હતી. તેઓ એક ઉત્તમ અભિનેતાની સાથેસાથે એક સારા સ્ક્રિપ્ટ રાઇટર પણ હતા. તેમના જીવનપર્યંત તેમને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા નહોતા. મોટા ભાગના લોકોને ખેદ હતો. પરંતુ તેમને મરણોપરાંત આ માન અપાયું છે.
થોડા સમય પહેલા એવી વાત હતી કે, તેમને મરણોપરાંત પદ્મશ્રી સમ્માન મળવાનું છે. કાદરખાને ૧૯૭૦ અને ૧૯૭૫ દરમિયાન સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર રહ્યા હતા તેમજ સાથેસાથે નાટકોમાં કામ કરતા હતા. તેમના જીવન દરમિયાન તેમને તેમની કામગીરી બદલ સમ્માન ન મળ્યાનો ઘણાને રંજ હતો. જોકે સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીરે તેમને પદ્મશ્રીના સમ્માનની જાણ થઇ છે.
આ તસવીરમા સ્વ. કાદરખાનનો પુત્ર સરફરાજ ટોરન્ટોમાં પદ્મશ્રી સ્વીકારતો જોવા મળ્યો. મરણોપરાંત આ સમ્માન મેળવીને પણ કાદરખાનના પરિવારને ખુશી થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY