ક્રિકેટપ્રેમીઓ વર્લ્ડકપની લાઇવ કામેન્ટરી રેડિયો પર નહીં સાંભળી શકે

0
12

ન્યુ દિલ્હી,તા.૧
રેડિયોની પહોંચ ભારતમાં ૯૦ ટકા વસ્તી સુધી છે. ગ્રામ્ય ભારતનાં મોટાભાગનાં લોકો જાણકારી માટે અત્યારે પણ રેડિયો પર આધાર રાખે છે. આ દરમિયાન, ક્રિકેટ પ્રેમીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં રેડિયો પર આગામી વર્લ્ડ કપની મેચોનું લાઇવ પ્રસારણ નહીં થાય. પ્રસાર ભારતીએ દિલ્હી હાઈકાર્ટ સમક્ષ કહ્યું છે ક્રિકેટ વર્લ્ડ કપની લાઇવ કામેન્ટ્રી નહીં થાય, કેમ કે ઇન્ડિયા સ્પોટ્‌ર્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ફીડ નહીં લે.
ઇન્ડિયા સ્પોટ્‌ર્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હી હાઈકાર્ટ સમક્ષ કહ્યું કે, “સ્પોટ્‌ર્સ બ્રાડકાસ્ટિંગ સિગ્નલ એક્ટ ૨૦૦૭ અનુસાર, તે રાષ્ટ્રીય મહત્વની કોઇપણ રમતની રેડિયો કમેન્ટ્રી પ્રસારીત ના કરી શકે જ્યાં સુધી કે તે પ્રસાર ભારતીની સાથે લાઇવ પ્રસારણ સિગ્નલ ના બતાવે.” પ્રસાર ભારતીનાં અરજદારે હાઈકાર્ટમાં આપેલી જાણકારીને પડકારતા કહ્યું કે, “સ્પોટ્‌ર્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડ આ પ્રકારની સેવાઓ આપવા માટે ના તો રેડિયો ચેનલ છે અને ના લાઇસેંસધારી.” જો કે દિલ્હી હાઈકાર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, “ના તો સ્પોટ્‌ર્સ ફ્લેશ આ પ્રકારનાં ફીડને શેર કરવા માટે બંધાયેલું છે અને ના પ્રસાર ભારતી આને સ્વીકાર કરવા બંધાયેલું છે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY