કાર્તિક આર્યન અને સારા વચ્ચે ઇલુ-ઇલુ..?!!

0
24

મુંબઈ,તા.૨
હોનહાર અભિનેતા કાર્તિક આર્યન તાજેતરમાં ચૂપચાપ સારા અલી ખાનને મળવા સારાના ઘેર ગયો ત્યારે ત્યાં છૂપાઇ રહેલા પાપારાઝી ફોટોગ્રાફર્સને જોઇને મોઢું સંતાડવાનો પ્રયાસ કરતો નજરે પડયો હતો.
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરના હિટ ટીવી ચેટ શો કાફી વીથ કરણમાં સારાએ કહ્યું હતું કે મને કાર્તિક માટે ક્રશ છે અને મારે કાર્તિક સાથે ડેટિંગ કરવું છે. એ સમયે કાર્તિકે આ વાતને હસી નાખી હતી. પોતાને સારા અલી ખાન સાથે કશી લેવાદેવા નથી એવો ડોળ એણે ઘાલ્યો હતો.
તાજેતરમાં કાર્તિક સારાના ઘરમાંથી બહાર નીકળતો પાપારાઝીના કેમેરામાં ઝડપાઇ ગયો હતો. જો કે એણે પોતાનો ચહેરો ઢાંકી દેવાના ખૂબ પ્રયાસો કર્યા હતા પરંતુ આમ છતાં એને સો ટકા સફળતા મળી નહોતી. આ ફોટોગ્રાફ જાતાં ખ્યાલ આવે છે કે આટલી ગરમીમાં કોઇ જેકેટ કે હૂડ તો પહેરે નહીં. પરંતુ કાર્તિકે જેકેટ અને હૂડ પહેર્યાં છે. અન્ય તસવીરમાં કારમાં બેઠેલો જણાય છે પરંતુ હાથથી ચહેરો છૂપાવવા મથે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY