હજુ સગાઇ નથી કરી, તો લગ્નની વાત ક્યાંથી આવી..?!!: નેહા પેંડસે

0
6

મુંબઈ,તા.૨
ટીવી સ્ટાર નેહા પેંડસેએ એવી સ્પષ્ટતા કરી હતી કે હજુ મેં સગાઇ પણ નથી કરી તો પછી લગ્નની વાત ક્યાંથી આવી ? આ બધી વાતો નરી ગોસિપ છે.
બન્યું એવું કે તાજેતરમાં એના એક મિત્રે સોશ્યલ મિડિયા પર મૂકેલા ફોટોગ્રાફે આવી અફવા વહેતી કરી હતી. ફોટોગ્રાફમાં નેહા પોતાના હોઠ પર આંગળી મૂકીને વિચારમાં હોય એમ જુએ છે અને એની આસપાસ હાજર રહેલા બધા હસે છે. ફોટોગ્રાફ સાથે મૂકેલા કેપ્શનમાં લખ્યું હતું, ‘બધાઇ દોસ્ત… સાડી…લવ… મરાઠી…’
આ કેપ્શન અને ફોટોગ્રાફના પગલે એવી વાતો ઊડી હતી કે નેહા ટૂંક સમયમાં પરણી જવાની છે. પરંતુ નેહાએ એવી અફવાને સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે આ વાત સાચી નથી.
ટૂંક સમયમાં નેહા મરાઠી બીગ બોસમાં ચમકવાની છે એવી માહિતી પણ મળી હતી. જો કે આ સમાચારને નેહાએ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે મરાઠી બીગ બોસના સર્જકો મારા મિત્ર છે અને એમણે મને આ શોમાં સહભાગી થવા નિમંત્રી છે. એટલે હું આ શોમાં ભાગ લેવાની છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY