થાઈલેન્ડના રાજાએ ૬૬ વર્ષે પોતાની જ બોડીગાર્ડ સાથે લગ્ન કર્યા

0
7

બેંગકોક,તા.૨
થાઈલેન્ડના રાજા વજીરાલોન્ગકોર્નએ સૌકોઈને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેમણે પોતાની જ બોડીગાર્ડ સાથે જ લગ્ન કરી લીધા હતાં. સાથે જ તેમણે રાણી સુતિદાની ઉપાધી આપી નવાજી પણ હતી. આવનાર થોડા દિવસમાં જ થાઈલેન્ડના રાજાનો સત્તાવાર રીતે રાજ્યાભિષેક થશે. તે પહેલા જ યોજાયેલા આ શાહી લગ્નની જાહેરાત શાહી ગેઝેટમાં કરવામાં આવી. આ ભવ્યાતિભવ્ય લગ્નના રીતિ રીવાજા થાઈલેન્ડના ટેલિવિઝન ચેનલો પર પણ પ્રશારિત કરવામાં આવી હતી.
શાહી લગ્ન પ્રમાણે, રાજા વજીર્રાલોન્ગકોર્નએ પોતાની શાહી કોન્સર્ટ રહી ચુકેલા જનરલ સુતિદા વાજિરાલાન્ગકોર્નએ અયુધ્યાને રાણી સુતિદા બનાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ રાણીને શાહી પરિવારના સભ્યની માફક તમામ ઉપાધીઓ અને દરજ્જો પણ આપવામાં આવશે.
૬૬ વર્ષીય વજીર્રાલોન્ગકોર્નને રાજા રામ ઠ મા તરીકે ઓળખવામાં આવે છે. પોતાના પિતા રાજા ભૂમિબોલ અડુલયાદેવના નિધન બાદ તે બંધારણીય રાજાશાહી પ્રમુખ બની ગયા. તેમના પિતા ૭૦ વર્ષ સુધી રાજગાદી પર બિરાજમાન રહ્યાં હતાં.
આ સપ્તાહે બૌદ્ધ અને બ્રામ્હણ રીતિ-રિવાજ પ્રમાણે તેમના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન તેમનું ભવ્ય સરઘસ કાઢવામાં આવશે. રાણી સુતિદાની ઉંમર ૪૦ વર્ષ હોવાનું કહેવાય છે અને તે થાઈ એરવેઝ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં અટેંડેન્ટ પણ રહી ચુકી છે. ૨૦૧૪માં વજીર્રાલોન્ગકોર્નએ સુતિદા તિજદઈને પોતાની બોડીગાર્ડ યૂનિટના ડેપ્યુટી કમાંડર નિમ્યા હતાં. ત્યાર બાદ ડિસેમ્બર ૨૦૧૬માં સુતિદાને આર્મી જનરલ બનાવવામાં આવ્યા. ત્યાર વાદ તેમને લગ્નની ઉપાધિ થાનપુયિંગથી પણ નવાજવામાં આવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY