‘દે દે પ્યાર દે’નું ‘ચલે આના’ ગીત રીલીઝ

0
43

મુંબઈ,તા.૨
અજય દેવગન ફરીવાર રોમેન્ટિક કોમેડી સાથે બોક્સઓફિસ પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દેનું એક નવું ઇમોશનલ સોંગ ‘ચલે આના’ રિલીઝ થયું છે.
આ નવા ગીતમાં અજય દેવગન તેનાથી ૨૬ વર્ષ નાની રકુલ પ્રીત સિંહના પ્રેમની જુદાઈમાં ડુબેલો દેખાય છે. સામા પક્ષે રકુલ પણ બહુ બેચેન દેખાય છે. આ ગીત સેડ સોંગ નથી પણ બહુ ઇમોશનલ છે. આ ગીતને પ્લેબેક સિંગર અરમાન મલિકે ગાયું છે અને સંગીત અરમાનના ભાઈ અમાન મલિકે આપ્યું છે. આ ગીતના શબ્દો ગીતકાર કુણાલ વર્માએ લખ્યા છે અને એને ટી સીરીઝના મ્યુઝિક લેબલ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જાવા મળશે. આ ફિલ્મ આવતા મહિને ૧૭ મેના દિવસે રિલીઝ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY