બુરખા સાથે ઘૂંઘટ પર પણ પ્રતિબંધ લગાવો : જાવેદ અખ્તર

0
17

મુંબઈ,તા.૨
પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે બુરખા અને ઘૂંઘટને લઇ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે સરકારે બુરખાની સાથે-સાથે રાજસ્થાનમાં પણ ઘૂંઘટ પર પ્રતિબંધ લગાવો જાઈએ. તમને જણાવી દઈએ કે જાવેદ અખ્તર ગુરુવારે ભોપાલ પહોંચ્યા. ત્યાં તેમણે વિવિધ રાજકીય મુદ્દાઓ પર મીડિયા સાથે વાટાઘાટ કરી.
પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ભોપાલથી ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે લોકો લત કરીને પણ પોતાને સાચા સાબિત કરવા માંગે છે. ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ઉતારીને પોતાની હાર સ્વીકારી લીધી છે. આ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે ભોપાલમાં મે સાડા ચાર વર્ષનો સમય કાઢ્યો છે, મારો એક-એક વાળ અહીંનો કરજદાર છે. વધુ ઉમેરતા તેમણે કહ્યું કે ૨૦૧૯ની ચૂંટણી દેશ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. જે રસ્તે દેશ જશે તે ખુબજ લાંબો છે. આ ચૂંટણી નક્કી કરશે કે દેશ કયા માર્ગે જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY