સુનીલ ગાવસ્કર જેટલી સદી તેટલાં બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવશે

0
25

મુંબઈ,તા.૭
ભારતનાં ભૂતપૂર્વ મહાન ઓપનર અને કેપ્ટન સુનીલ ગાવસ્કરે સામાજિક અને આર્થિક રીતે નબળાં ૩૪ બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. સનીના આ નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
પોતાની ૧૨૫ ટેસ્ટ મેચની કરિયરમાં ૩૪ સદીની મદદથી ૧૦,૧૨૨ રન બનાવનારા ગાવસ્કરે પોતાની સદીની સંખ્યા જેટલાં જ ૩૪ બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત નવી મુંબઈ સ્થિત શ્રી સત્ય સાંઈ સંજીવની ઇન્ટરનેશલ સેન્ટર ફોર ચાઇલ્ડ હાર્ટકેરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કરી હતી.
આ પ્રસંગે ગાવસ્કરે કહ્યું, ”આ નાનાં બાળકો પોતાનું હાર્ટ સ્વસ્થ થાય તેની રાહ જોઈ રહ્યાં છે. માતાપિતાની નાણાકીય અથવા સામાજિક સ્થિતિ નબળી હોવા છતાં આ દરેક બાળકની સારવાર થવી જોઈએ. શ્રી સત્ય સાંઈ સંજીવની કેન્દ્ર હવે મુંબઈમાં ખૂલી ગયું છે અને અહીં લોકોને જીવન બચાવવા સંબંધી સુવિધાઓ મળી રહેશે.”
ગાવસ્કરે કહ્યું, ”આપણી ટોચના ક્રમના ક્રમમાં ત્રણ શાનદાર બેટ્‌સમેન છે. જો તેઓ ચાલી ના શકેતો ધોની ચોથા અથવા પાંચમા નંબર પર મોટું અંતર પેદા કરશે. ધોનીનું વિકેટકીપિંગ બધાએ જાયું છે, પરંતુ તે વિકેટ પાછળ રહીને સ્પિનર્સ અને બીજા બોલર્સને સૂચના આપતો રહે છે કે કેવા બોલ ફેંકવા અને એને અનુરૂપ ફિલ્ડિંગની ગોઠવનણી કરવામાં મદદરૂપ થતો રહે છે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY