મોલમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખાનામાંથી ચાર લલના ઝડપાઈ

0
23

સુરત,તા.૧૬
વલસાડમાં આવેલા સાંઈ લીલા મોલમાં આવેલા સ્પામાં કુટણખાનું ચાલતું હતું.પોલીસે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી. જેમાં રિસેપ્શન પર બેસતા એક ઈસમ સહિત થાઈલેન્ડની ચાર લલનાને ઝડપી લઈને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ શહેર પોલીસને બાતમી મળી હતી કે, શહેરના સાંઈ લીલા મોલમાં આવેલા ધ કોરલ થાઈ સ્પામાં કુટણખાનું ચાલી રહ્યું છે. આથી પોલીસે ડમી ગ્રાહક મોકલીને મસાજના બદલામાં ચાલતાં દેહવિક્રયનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રિસેપ્શન પર બેસતા ઈસમ સહિત ચાર થાઈલેન્ડની રૂપલલનાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા કમિશન લઈને કુટણખાનું ચલાવનારા સ્પાના માલિક શૈલેષ સામે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વલસાડ પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલી ચાર રૂપલલના થાઈલેન્ડની વતની છે. તેમના પાસપોર્ટમાં પણ તારીખ વિતી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી રૂપ લલના પર પાસપોર્ટને લગતો કેસ પણ નોંધવામાં આવશે.
પોલીસે જણાવ્યું હતું કે, ધ કોરલ થાઈ સ્પામાં પાછળના ભાગે ચારેક જેટલી રૂમો બનાવવામાં આવી હતી. સ્પામાં પ્રવેશતા જ એક રિસેપ્શન પર શખ્સ બેઠો હોય જે રૂપિયા લઈને આ રૂમમાં કુટણખાના માટે મોકલતો હતો. આ ચારેય રૂમમાંથી લલનાઓ ઝડપાઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY