મુંબઈમાં નવી બસ, ટૅકસીમાં પેનિક બટન ફરજિયાત

0
6

મુંબઈ,તા.૩
બેસ્ટ અને રાજ્ય પરિવહનની નવી બસો સહિત કાળી-પીળી ટૅક્સી અને ઍપ આધારિત ટૅકસીઓ માટે વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ (વીટીએસ) અને પેનિક બટન બેસાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તે સિવાય નવા વાહનોનું રજિસ્ટ્રેશન થશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે જાહેર પરિવહનમાં આ સુવિધા ફરજિયાત કરવામાં આવી છે. વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ આૅવર સ્પીડિંગ, શાર્પ ટર્નિંગ અને આડેધડ ડ્રાઇવિંગ કરનારને મોનિટર કરવા માટે તેમ જ અકસ્માતના કેસને રેકોર્ડ કરવા અને ટ્રાફિક જામની સમસ્યાને ટાળવા મદદરૂપ થશે.
પ્રવાસ દરમિયાન મુશ્કેલીના સમયે પેનિક બટનનો ઉપયોગ કરીને પ્રવાસી આૅથોરિટી પાસેથી મદદ માગી સકશે. જીપીએસની મદદથી વાહનને ટ્રેસ કરવામાં વીટીએસ સહાયરૂપ થશે. વીટીએસ અને પેનિક બટન ફરજિયાત કરવાના કેન્દ્ર સરકારના જાહેરનામાનો અમલ વર્તમાનમાં કાર્યરત બસ અને ટૅક્સીઓમાં કઇ રીતે લાગુ કરવો તે અંગે રિજનલ ટ્રાન્સપોર્ટ આૅફિસ (આરટીઓ)ના અધિકારીઓ મુંજવણમાં છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પણ કોઇ નિર્દેશ આપવામાં આવ્યો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY