મુંબઇ,તા.૧૫
આજે દિવસના અંતે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ -૨૦૩.૬૫ અંક એટલે કે ૦.૫૫% ઘટીને ૩૭,૧૧૪.૮૮ પર અને નિફ્ટી -૬૫.૦૫ અંક એટલે કે ૦.૫૮% ઘટીને ૧૧,૧૫૭ પર શેરમાર્કેટ બંધ થયું છે.
ઉલ્લેખનિય છે કે આજે પ્રારંભિક ટ્રેડિંગમાં, શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૨૦.૫૨ પોઇન્ટ વધીને ૩૭,૫૩૯.૦૫ ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૪૯.૬૫ પોઈન્ટ વધીને ૧૧,૨૭૧.૭૦ ની સપાટીએ ખુલ્યો હતો. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના ૧૦૦ શેરનો સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ ગ્રીન ઝોન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
બીજી બાજુ, વ્યવસાયની શરૂઆતમાં યસ બેંક, ભારતી એરટેલ, ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, સન ફાર્મા, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, એશિયન પેઇન્ટસ, ભારતી ઇન્ફ્રાટેલ, લાર્સન, જેએસડબ્લ્યુ સ્ટીલ અને કોટક મહિન્દ્રા નબળાઈ સાથે ટ્રેડ થયો હતો.
બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં નજીવી રિકવરી સાથે જોવા મળ્યો હતો. બુધવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે ૧૦ પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ ૭૦.૩૪ ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ ૭૦.૪૪ પર બંધ રહ્યો હતો.
ચીને પણ અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં વધારો કરીને વળતાં પગલાં લીધા છે. તેનાથી ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં તીવ્ર પ્રતિક્રિયા આવી હતી, કારણ કે બજારમાં એવી વ્યાપક ધારણા હતી આ બંને અર્થતંત્રો વચ્ચે વેપાર સમજૂતી થશે. આ અણધારી ઘટનાને બજારે અગાઉથી ડિસ્કાઉન્ટ કરી ન હતી. તેથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






