સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડતા રોકો : માલેગાંવ બ્લાસ્ટના પીડિતોની કોર્ટ સમક્ષ માંગ

0
10

મુંબઇ,તા.૧૯
માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલ સીટથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત પછીથી જ સાધ્વી પ્રજ્ઞાનું ચૂંટણી લડવાનું અભિયાન શરૂ થઈ ગયુ છે. સામાજિક કાર્યકર્તા તહસીન પૂનાવાલા પછી હવે માલેગાંવ બ્લાસ્ટના પીડિતના પિતાએ મહારાષ્ટ્રની એનઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને સાધ્વીના જામીન સામે સવાલ ઉભા કર્યા છે.
માલેગાંવ બ્લાસ્ટના પીડિતના પિતાએ ફરિયાદ કરીઃ એનઆઈએની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહ્યું છે કે, સાધ્વી પ્રજ્ઞાને સ્વાસ્થ્યના કારણોથી જામીન આપવામાં આવ્યા છે. આ સંજાગોમાં તેઓ ભોપાલથી લોકસભા ચૂંટણી કેવી રીતે લડી શકે છે. પીડિતના પિતાએ માંગણી કરી છે કે, કોર્ટ સાધ્વી પ્રજ્ઞા પર લોકસભા ૨૦૧૯ની ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લગાવે અને આ સાથે જ આ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવે.
પીડિત પિતાનું કહેવું છે કે, પ્રજ્ઞા ઠાકુરને જામીન એ શરતે આપવામાં આવ્યા હતા કે તેઓ સુનાવણીમાં ભાગ લેશે. પરંતુ તેઓ પોતાની જાતને બીમાર અને અસ્વસ્થ ગણાવીને સુનાવણીમાં ભાગ નથી લઈ રહ્યા. જ્યારે બીજી બાજુ સાધ્વી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા અને વિવાદીત ભાષણો આપી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY