‘તુમ્હારી સુલુ’ના પ્રોડ્યૂસર્સ ઈન્ડો-પાક યુદ્ધ પર આધારિત ‘નેવી ડે’ બનાવશે

0
5

મુંબઈ,તા.૨૦
હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાયોપિક અને વોર ડ્રામાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે આ ટ્રેન્ડમાં વધુ એક ફિલ્મ સામેલ થવાની છે. આ ફિલ્મને ‘તુમ્હારી સુલુ’ના પ્રોડ્યૂસર્સ પ્રોડ્યૂસ કરવાના છે. આ ફિલ્મનું નામ ‘નેવી ડે’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. ઇન્ડિયન નેવીએ ૧૯૭૧ દરમ્યાન પાકિસ્તાનના કરાચી બંદર પર જે હુમલો કર્યો હતો તેના પર આ ફિલ્મ આધારિત છે. આ ફિલ્મને રઝનીશ ઘાઈ ડિરેક્ટ કરવાના છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટનું એનાઉન્સમેન્ટ વર્ષના અંતમાં થશે અને શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. ‘નેવી ડે’ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, તનુજ ગર્ગ, અતુલ કસબેકર, સ્વાતિ ઐયર ચાવલા અને અસાઇલમ ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરવાના છે. આ ઓપરેશનની સફળતાને ધ્યાનમાં રાખીને જ દર વર્ષે ૪ ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY